લોઢા ડેવલપર્સ સહિત અનેક કંપનીઓના IPO, જાણો ક્યા ક્ષેત્રની છે આ કંપનીઓ

7 થી 9 એપ્રિલ સુધી સબ્સક્રિપ્શન માટે ખુલ્લું રહેશે..

મુંબઈ સ્થિત ભારતની દિગ્ગજ રીઅલ એસ્ટેટ કંપની મેક્રોટેક ડેવલપર્સ લિમિટેડ એટલે કે પૂર્વ લોઢા ડેવલપર્સ સ્ટૉક માર્કેટમાં લિસ્ટ થવાની તૈયારીમાં છે. હાલના નાણાંકીય વર્ષના પ્રથમ મહિને એટલે કે એપ્રિલમાં પણ IPOની લાઈન લાગવાની છે. આ મહિને ઓછામાં ઓછા છ IPO આવી રહ્યા છે. જાન્યુઆરી 2021થી માર્ચ 2021ની વચ્ચે 17 કંપનીઓ IPO લઈને આવી હતી. આ કંપનીઓ એત્યાર સુધીમાં આ IPO દ્વારા 18800 કરોડ રૂપિયા મેળવ્યા છે. ત્યારે હવે એપ્રિલ મહિનામાં મેક્રોટેક ડેવલપર્સ (પહેલા લોઢા ડેવલપર્સ), ડોડલા ડેરી, સેવન આઈલેન્ડ્સ શિપિંગ, સોના કોમસ્ટાર, કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ લિમિટેડ, આધાર હાઉસિંગ ફાઈનાન્સ કંપની મોર્ગેજ નો IPO આવશે.

મેક્રોટેક ડેવલપર્સના IPOમાં 2500 કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યૂ થશે. મેકરોટેકની યોજના આ રકમનો ઉપયોગ 1500 કરોડ રૂપિયા દેવું ઘટાડવા માટે અને જમીન અધિગ્રહણ અથવા ડેવલપ કરવા મટે થશે. કંપનીનો IPO 7 એપ્રિલે આવશે અને 9 એપ્રિલે બંધ થશે. સ્ટોકની ઈશ્યુ પ્રાઈસ 483-486 રૂપિયા નક્કી કરવામાં આવી છે.

ડોડલા ડેરી દક્ષિણ ભારતીય કંપની છે. કંપની 800 કરોડ રૂપિયાનો IPO લાવી રહી છે. તે અંતર્ગત પચાસ કરોડ રૂપિયાના નવા શેર ઈશ્યુ થશે. કંપનીના પ્રમોટર અને ઇન્વેસ્ટર ઓફર સેલ દ્વારા 1,00,85,444 ઇક્વિટી શેર બહાર પાડશે. સેવન આઈલેન્ડ્સ શિપિંગ કંપનીના 600 કરોડ રૂપિયાના IPOને સેબી તરફથી મંજૂરી મળી છે. તેમાં 400 કરોડ રૂપિયાના ફ્રેશ ઈશ્યુ આવશે.

લોઢા ગ્રુપ ઘરોના વેચાણમાં થયેલા વધારા અને રોકાણકારોની સુધારણાની સેન્ટીમેન્ટ ધ્યાનમાં રાખીને પોતાનો IPO લાવવા જઈ રહી છે. મુંબઈ સ્થિત રીઅલ એસ્ટેટ કંપનીનો IPO મેળવવા માટે આ ત્રીજો પ્રયાસ છે. લોઢા ગ્રુપ માટે IPO લાવવાની આ ત્રીજો પ્રયાસ છે. એના પહેલા કંપનીએ વર્ષ 2009 અને 2018 માં IPO મેળવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ નબળા માર્કેટના સેન્ટિમેન્ટને કારણે કંપનીના પગલા પાછા લઇ લીધા છે.

લોઢા ગ્રુપ મુંબઇમાં ટ્રમ્પ ટાવર્સ (trump Towers) અને લંડનમાં ગ્રોસવેનર સ્કૉયર (Grosvenor Square) જેવા લક્ઝરી પ્રોજેક્ટ્સ માટે જાણીતું છે. આ IPO માટે Macrotech Developersએ એક્સિસ કેપિટલ (Axis Capital) અને જેપી મૉર્ગન (JP Morgan) જેવી ઇન્વેસ્ટમેન્ટ બેન્કોને સલાહકાર તરીકે નિમણૂક કર્યા છે.

આ IPO દ્વારા નાણાંમાંથી 1500 કરોડ રૂપિયા કંપની તેના દેવું ઘટાડવા માટે ખર્ચ કરશે. સાથે 375 કરોડ રૂપિયા જમીનની ખરીદીમાં અને સામાન્ય કૉર્પોરેટની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ડિસેમ્બર, 2020 સુધીમાં કંપની પર 18,662.19 કરોડ રૂપિયાનું કુલ દેવું છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક 3,160.49 કરોડ હતી, જ્યારે કંપનીને 264.30 કરોડ રૂપિયાનું નેટ લૉસ થયું હતું.

દેશની સૌથી મોટી ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની લોન્ચ કરશે IPO

સોની બીએમડબલ્યૂ પ્રીસિશન ફોર્જિંગ્સ (સોના કોમસ્ટાર) દેશની સૌથી મોટી ઓટો પાર્ટ્સ મેન્યુફેક્ચરિંગ કંપની છે. તે IPO દ્વારા 6000 કરોડ રૂપિયા મેળવશે. કંપની આ મહિને IPO લાવશે. આધાર હાઉસિંગ ફાઈનાન્સ કંપની મોર્ગેજ ફાઈનાન્સર છે. કંપની ઓછી આવકવાળા લોકોને હાઉસિંગ ફાઈનાન્સની જરૂરત પૂરી કરે છે. કંપનીએ 7300 કરોડ રૂપિયાના IPO માટે સેબીની પાસે ડ્રાફ્ટ મેપર જમા કરાવ્યા હતા. આ IPO દ્વારા કંપની 1500 કરોડ રૂપિયાના ફ્રશ શેર બહાર પાડશે અને 5800 કરોડ રૂપિયાના શેર કંપનીના પ્રમોટર્સ અને શેરહોલ્ડર વેચશે.

IPOને મળી રહ્યો છે સારો રીસ્પોન્સ

કૃષ્ણા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાઈન્સ લિમિટેડ IPO દ્વારા 700 કરોડ રૂપિયા મેળવશે. આ આંધ્ર પ્રદેશ અને તેલંગાનાની સૌથી મોટું કોર્પોરેટ હેલ્થકેર ગ્રુપમાંથી એક છે. કંપની પબ્લિક ઈશ્યૂમાં 200 કરોડ રૂપિયાના ફ્રેશ શેર બહાર પાડશે. સાથે જ પ્રમોટર અને હાલના શેરહોલ્ડર્સ 21340931 શેર વેચશે. વિતેલા વર્ષથી અત્યાર સુધી આવેલ IPOને સારો રીસ્પોન્સ મળ્યો છે.

 38 ,  1