ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસ સાથે મળાવ્યો હાથ, મોદી પર કર્યા આકરા પ્રહાર

ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર કોંગ્રેસ પાર્ટીમાં સામિલ થઇ ગઈ છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઉર્મિલાનું સ્વાગત કર્યું છે. ઉર્મિલાએ દિલ્હીમાં રાહુલ ગાંધીને મળીને કોંગ્રેસનો હાથ થામ્યો. સુત્રો દ્વારા જાણવા મળે છે કે કોંગ્રેસ તેમને મુંબઈ નોર્થ સીટ પરથી લોકસભા ચૂંટણી 2019ના મેદાન પર ઉતારશે.

પરંતુ કોંગ્રેસ અને ઉર્મિલા તરફથી આવી કોઈ જાણકારી આપી નથી. ઉર્મિલાએ કહ્યું, રાહુલ ગાંધી અને પાર્ટીના બધા નેતાઓને અભિનંદન છું કે મારું અહીં ખુબ સારું સ્વાગત કર્યું છે. આ દિવસ મારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. કારણ કે હું આજે સક્રિય રાજનીતિમાં પગલું ભરી રહી છે.

હકીકતમાં, નાનપણથી મારા વિચારો મહાત્મા ગાંધી, જવાહર લાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલથી મળતા આવે છે. આ માટે મે કોંગ્રેસમાં સામિલ થવાનો નિર્ણય લીધો છે. પાર્ટીમાં સમાવેશ થતા જ ઉર્મિલાએ મોદી પર હુમલો કરવાનો પણ શરુ કરી દીધો છે. તેમણે કહ્યું કે, સંવિધાન પર ક્યાંકને ક્યાંક પ્રહાર થઇ રહ્યા છે. સાથે ઉર્મિલાએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ કોંગ્રેસના વિચારધારાથી પ્રભાવિત થઈને રાજનીતિમાં આવી છે.

 79 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી