ભાજપની યાદીમાં એકપણ મુસ્લિમ નથી, કોંગ્રેસે એકને આપી ટિકિટ

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપે 26 બેઠકો માંથી એકપણ મુસ્લિમ સમાજને ટિકિટ આપી નથી. જયારે કોંગ્રેસે ભરૂચની બેઠક પર શેરખાન પઠાણ નામના મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપી છે.

મહિલાઓની વાત કરીએ તો ટિકિટ આપવામાં કોંગ્રેસ કરતા ભાજપ આગળ છે. ભાજપે 6 મહિલાઓને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે માત્ર 1 જ મહિલા ગીતા પટેલને અમદાવાદ પૂર્વ માટે પસંદ કર્યા છે.

જાતી સમુદાય સમીકરણો જોઈએ તો કોંગ્રેસે 8 પાટીદારોને ટિકિટ આપી છે. જયારે ભાજપે 6 પાટીદારોને ટિકિટ આપી છે. લોકસભાની સાથે વિધાનસભાની ચાર બેઠકોની પણ પેટાચૂંટણી થઇ રહી છે તેમાં કોંગ્રેસે તમામ ચાર પાટીદાર ઉમેદવારો પસંદ કર્યા છે. જયારે ભાજપે માત્ર બે પાટીદારોને ટિકિટ આપી છે.

 37 ,  3