ગુજરાતમાં યુદ્ધ રેખા ખેંચાઈ ગઈ, 23મીએ મતદાન

લોકસભાની વર્તમાન ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠકોના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો નક્કી થઇ ગયા. ઉમેદવારી પત્રો ભરાઈ ગયા. ઉમેદવારી પત્રની ચકાસણી અને ઉમેદવારી પછી ખેંચવાની આખરી તારીખ બાદના 14-15 દિવસ સુધી પ્રચાર પ્રસાર શરુ થશે. આમ તો ઔપચારિક રીતે ચૂંટણી પ્રચાર ચાલી જ રહ્યો છે. તેમ છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 એપ્રિલના રોજ સત્તાવાર ચૂંટણી પ્રચાર શરુ કરશે.

26 બેઠકો પૈકી ગાંધીનગર બેઠક હાઈપ્રોફાઈલ અને VVIP બની ગઈ છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પોતે આ બેઠક લડી રહ્યા છે. ગઈ વખતે વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ વડોદરાની બેઠક પરથી પણ ઉમેદવારી નોંધાવી હતી. આ વખતે VVIP ઉમેદવાર તરીકે અમિત શાહ ચૂંટણી જંગના મેદાનમાં છે.

ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ જ્ઞાતિ, જાતીના સમીકરણો ધ્યાનમાં રાખીને જ ઉમેદવારો પસંદ કર્યા છે. જેમ કે અમરેલીની બેઠક પણ બંને પક્ષોના ઉમેદવારો લેઉવા પાટીદાર સમાજના છે. એજ રીતે મહેસાણાની બેઠક પર બંને પક્ષના ઉમેદવાર કડવા પાટીદાર સમાજના છે.

દાહોદની અનામત બેઠક પર ભાજપ કોંગ્રેસ પક્ષે ભીલ સમાજ માંથી ઉમેદવાર પસંદ કર્યા છે. જયારે સુરેન્દ્રનગર બેઠક માટે બંને પક્ષોને કોળી સમાજ માંથી ઉમેદવારો પસંદ કર્યા છે. બનાસકાંઠાની બેઠક માટે પણ આંજણા પટેલ સમાજ માંથી બંને ઉમેદવારો પસંદ કર્યા છે. એજ રીતે સાબરકાંઠા માટે પણ ઠાકોર સમાજ માંથી પસંદ કર્યા છે.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી