September 18, 2021
September 18, 2021

ગુજરાતમાં ભાજપ માટે 8 બેઠકો પર કપરા ચઢાણ…

લોકસભાની ચૂંટણીઓ જાહેર થઇ ગઈ છે ગુજરાતમાં ભાજપે 2014માં તમામ 26 બેઠકો જીતીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. 2019માં ભાજપ માટે 2014 જેવું સીધું સરળ અને સડસડાટ એવું ચિત્ર જણાતું નથી. રાજકીય રીતે જોઈએ તો 2017ની વિધાનસભા ચૂંટણીમાં 182 માંથી 77 બેથાક્કો મેળવીને ભાજપને હંફાવી દીધું હતું. કોંગ્રેસને મળેલા મતો અને હાલની રાજકીય પરિસ્થિતિ જોતા ભાજપ માટે આ વખતે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જુનાગઢ, અમરેલી અને આણંદ બેઠક સરળ નથી. ભાજપે આ બેઠકો જીતવા માટે કપરા ચઢાણ ચઢવા પડે તેમ છે.

સુરેન્દ્રનગરની બેઠકના સીટીંગ MP દેવજી ફતેહપુરાને ફરીથી ટિકિટ નહીં આપવાનો એક કારણ કદાચ આ પણ હોઈ શકે કે ચહેરો બદલવાથી ફરીથી જીતી શકાય. બનાસકાંઠા અને પાટણમાં હજુ ઉમેદવારો જાહેર થયા નથી. મહેસાણાની બેઠક પાટીદારો પર આધારિત છે. જુનાગઢ બેઠક અંકે કરવા કોંગ્રેસમાંથી જવાહર ચાવડાને લાવીને આહીર મતો નક્કી કરવામાં આવ્યા છે.

અમરેલીમાં પણ કોળી આહિર અને પાટીદારોના મતો નિર્ણાયક બનવાના હોવાથી કોળી મતોને સાચવી રાખવા ભાજપે કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને લાવીને તાત્કાલિક કેબીનેટ મંત્રી પણ બનાવ્યા. આમ એક રીતે જોતા ભાજપને પણ એવો ડર છે કે કદાચ આ 8 બેઠકો ફરીથી જીતવા માટે ભારે રાજકીય કસરત કરવી પડશે. આ બેઠક માટે અમરેલીને બાદ કરતા બાકીના ઉમેદવારો જાહેર થાય ત્યારે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઇ શકશે.

 54 ,  3