પોતાની સામે થયેલો કેસ બે વર્ષની સજા અને sc સુધી રાહત નહીં મળતા ગુજરાતમાં લોકસભાની ચૂંટણી લડતા અટકી પડેલા હાર્દિક પટેલે હવે એમ કહ્યું છે કે તેઓ ગુજરાત સહિત દેશ આખાના 100 જેટલી રેલીઓ અને જાહેર સભાઓ યોજશે.
તેમણે જાહેરાત કરી કે તેની ઉમર હજી 25 વર્ષની જ છે. વિસનગર કોર્ટ દ્વારા કરાયેલી બે વર્ષની સજા અંગે અદાલત દ્વારા ન્યાય મેળવીશ. નિર્દોષ થયા બાદ ચૂંટણીઓ લડીશ. તે પહેલા તેઓ ગુજરાતમાં અને બીજા રાજ્યોમાં મળીને 100 જેટલી રેલીઓ યોજશે.
7 એપ્રિલના રોજ તેઓ મુંબઈમાં યુવા રેલી યોજવાના છે. ગુજરાતમાં 11 એપ્રિકના રોજ જાહેરસભા યોજશે અને રોજની ચાર જાહેરસભાઓ યોજાય તેવું આયોજન છે. છેલ્લી રેલી અમદાવાદમાં સૌથી મોટી અને ઐતિહાસિક યોજીને ભાજપને રાજકીય જવાબ આપીશ.
ગુજરાતમાં કોંગ્રેસ કેટલી બેઠકો મેળવશે તેના જવાબમાં તેમણે કહ્યું કે આકડામાં ન પડીએ પરંતુ આ વખતે કોંગ્રેસ 26 માંથી સારા એવા પ્રમાણમાં બેઠકો જીતશે.
25 , 3