17મી લોકસભા ચૂંટણી: દલિતોને વોટ નાખવાથી રોકવામાં આવ્યા?, બસપાએ કરી ફરિયાદ

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પ્રથમ તબક્કાના મતદાન માટે આજે વોટિંગ શરૂ થઈ ગયું છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. તેમનો નિર્ણય 14 કરોડ 20 લાખ 54 હજાર 978 મતદાતાઓ કરશે. આજે 543 બેઠકો માંથી 91 સીટો પર મતદાન થઈ રહ્યું છે તેમાંથી 33 સીટો પર BJP અને કોંગ્રેસની સીધી ટક્કર જોવાની રહશે.

Highlights

 • ઉત્તરપ્રદેશમાં બસપાએ યોગી સરકાર પર મોટો આરોપ લગાડ્યો છે. પાર્ટીએ ચૂંટણી કમિશનથી ફરિયાદ કરી છે કે બસપાના મતદારોને યુપી પોલીસ મતદાન કરવાથી રોકી રહી છે. બસપા તરફથી કહેવામાં આવ્યું કે, ઘણા પોલિંગ બૂથ પર બસપા મતદારોને, વિશેષ રીતે દલિતોને મતદાન કરવા પર પોલીસ રોકી રહી છે.
 • null
 • બપોરે એક વાગ્યા સુધી ઉત્તરાખંડમાં 41. 27 ટકા, મિઝોરમમાં 43.38 ટકા, તેલંગાનામાં 38.8 ટકા, અરૂણાચલમાં 40.95 ટકા મતદાન થયું છે.
 • યુપીની 8 બેઠક પર બપોરે 1 કલાક સુધી 38.78 % મતદાન થયું છે. ગૌતમ બુદ્ધ નગરમાં 38.60 ટકા, ગાઝિયાબાદમાં 39.80 ટકા, સહારનપુરમાં 41.60 ટકા, કૈરાનામાં 39.80 ટકા, મુઝફ્ફરનગરમાં 37.60 ટકા, મેરઠમાં 40.60 ટકા, બિઝનૌરમાં 40.80 ટકા, બાગપતમાં 38 ટકા મતદાન થયું છે.
 • આંધ્રપ્રદેશનાં અનંતપુર જિલ્લામાં YSR કોંગ્રેસ પાર્ટી અને ટીડીપીનાં કાર્યકર્તાઓ વચ્ચે મારપીટ થઇ હતી. આ દરમિયાન બંન્ને પાર્ટીઓ વચ્ચે એક-એક કાર્યકર્તાઓની કથિત મોતની ખબર છે.
 • null
 • આંધ્રપ્રદેશનાં સીએમ ચંદ્રબાબુ નાયડુએ ચૂંટણી આયોગને એક પત્ર લખ્યો છે કે આંધ્રપ્રદેશમાં 30 ટકા ઇવીએમ ખોટ્કાયા છે તેવું જણાવવામાં આવ્યું છે. જ્યારે આની સામે ઈસીએ કહ્યું કે માત્ર 0.1 ટકા ઇવીએમ જ નથી ચાલતા.
 • સવારે 11 વાગ્યા સુધીમાં ઉત્તરાખંડમાં 23.3 ટકા, મિઝોરમમાં 29.9 ટકા, તેલંગાણામાં 22.84 ટકા, મેઘાલયમાં 27 ટકા, અરુણાચલ પ્રદેશમાં 27.48 ટકા, ઉત્તરાખંડમાં 23.78 ટકા, લક્ષદ્વિપમાં 23.10 ટકા, મહારાષ્ટ્રમાં 13.7 ટકા, નાગાલેન્ડમાં 48 ટકા, બિહારમાં 20.32 ટકા, અંડમાન નિકોબારમાં 14.37 ટકા, મતદાન થયું છે.
 • જમ્મુ અને કાશ્મીરની બે બેઠકો જમ્મુ અને બારામુલ્લામાં સવારે 11 વાગ્યા સુધીમાં 24.66 ટકા, પશ્ચિમ બંગાળની બે બેઠકો કૂચ બિહાર અને અલીપુરદ્વારમાં 38.08 ટકા તથા ત્રિપુરાની એક બેઠક ત્રિપુરા પશ્ચિમ પર 26.5 ટકા મતદાન નોંધાયું છે.
 • 11 વાગ્યા સુધીમાં યુપીની 8 બેઠક પર 24.32% મતદાન, બિહારમાં 20.31% મતદાન.
 • તેલંગાનામાં કોંગ્રેસ ઉમેદવાર રેણુકા ચૌધરીએ ખમ્મમાં પોતાનો વોટ નાખ્યો છે. ચૌધરીએ કહ્યું કે મને આશા છે કે આ ચૂંટણી હું જીતીશ.
 • લોકસભા ચૂંટણી 2019 માટે ઓરિસ્સાના બેરહામપુરમાં વોટિંગ ચાલુ છે
 • અસમના મુખ્યમંત્રી સર્બાનંદ સોનવાલે મતદાન કર્યું.
 • મહારાષ્ટ્રમાં કેન્દ્રીય મંત્રી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર નીતિન ગડકરીએ નાગપુર લોકસભા ક્ષેત્રના પોલિંગ બૂથ નંબર 220 પર મતદાન કર્યું છે. ગડકરી નાગપુર લોકસભા સીટ પરથી BJPના ઉમેદવાર છે.
 • સવારે નવ વાગ્યા સુધીમાં બિહારમાં 5 ટકા, ઔરંગાબાદમાં 5.6 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3ટકા, જમુઈમાં 3 ટકા મતદાન નોંધાયુ છે.
 • ઉત્તર પ્રદેશની વાત કરીએ તો અહીં ગૌતમ બુદ્ધ નગરમાં સવારે 9 વાગ્યા સુધી 15 ટકા, કૈરાનામાં 10 ટકા, બિજનૌરમાં 13.45 ટકા, મેરઠમાં 10 ટકા અને બાગપતમાં 11 ટકા મતદાન નોંધાયું છે. નાગાલેન્ડમાં સવારે 9 વાગ્યા સુધીમાં 21 ટકા મતદાન નોંધાયું છે.
 • જમ્મૂ-કાશ્મીરમાં ભારે સંખ્યામાં વોટર્સ મતદાન કરવા આવ્યા. બંદીપોરામાં પોલિંગ બૂથ બહાર લાગી મતદાતાઓની લાઈન. બદીપોરાના વોટર્સે કહ્યું કે, આ વખતે અમે એને વોટ આપવા માંગીએ છીએ જે સંસદમાં અમારી અવાજ ઉઠાવે.
 • AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવેસીએ હૈદરાબાદમાં વોટીંગ કર્યું. તમને જણાવી દઈએ કે તેલંગાનાની બધી 17 બેઠકો પર મતદાન થઇ રહ્યું છે.
 • UPમાં પહેલા બે કલાકમાં 13.3% જ્યારે સિક્કિમમાં 34% મતદાન થયું
 • ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરથી ભાજપના ઉમેદવાર સંજીવ બાલિયાને ફેક વોટિંગનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે મત નાખવા જે મહિલાઓ બુરખો પહેરીને અંદર જઈ રહી છે તેમના ચહેરા ચેક થઈ રહ્યાં નથી.
 • તેમણે કહ્યું કે હું આરોપ લગાવું છું કે ફેક વોટિંગ કરાવવામાં આવી રહ્યું જો. જો તેના પર ધ્યાન ન અપાયું તો ફેર મતદાનની માગણી કરીશ. 9 વાગ્યા સુધી બિહારમાં 5 ટકા, ઔરંગાાબદમાં 5.6 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3 ટકા અને જમુઈમાં 3 ટકા મતદાન નોંધાયું છે.
 • આંધ્ર પ્રદેશમાં જન સેના પાર્ટીના એક ઉમેદવારે EVM તોડ્યું છે. જે પછી તેની ધરપકડ કરવામાં આવી છે. અનંતપુર જીલ્લાના જનસેવા ઉમેદવાર મધુસુદન ગુપ્તાએ પોલિંગ બૂથ પર EVMને ઉઠાવીને જમીન પર ફેંકી દીધું હતું.
 • આંધ્રપ્રદેશનાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ પોતાના પરિવાર સાથે વોટિંગ કર્યું. તેમણે અમરાવતીથી પોતાનો વોટ નાંખ્યો.
 • 8 વાગ્યા સુધી ઔરંગાબાદમાં 5.60 ટકા, ગયામાં 11 ટકા, નવાદામાં 3 ટકા અને જમૂઈમાં 3 ટકા મતદાન થયું છે.
 • મતદાન દરમિયાન મેરઠ, સહારનપુર અને બિઝનૌરમાં કેટલીય જગ્યાએ EVM ખોટકાયાં હોવાની ખબર સામે આવી છે. તો બીજી તરફ સાહિબાબાદના શ્યામ પાર્કમાં પ્રાથમિક વિદ્યાલયના બૂથ સંખ્યા 816મા EVM મશીન ખરાબ થવાની ફરિયાદ ઉઠી છે.
 • છત્તીસગઢનાં બસ્તર બેઠકનાં નારાયણપુરમાં મતદાન પહેલા નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કર્યો છે જેમાં પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

17મી લોકસભાની ચૂંટણીઓ 7 તબક્કામાં યોજાઈ રહી છે. 543 બેઠકો માંથી 91 બેઠકો માટે 20 રાજ્યોમાં 11 એપ્રિલ એટલે કે આજના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન થવા જઈ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મતદાતાઓને રેકોર્ડ નંબરમાં વોટિંગ કરવાની અપીલ કરી. પીએમે યુવા મતદાતાઓ અને પહેલી વખત વોટ કરનારા યુવાનોને પણ ખાસ મતદાનનો આગ્ર કર્યો.

91 બેઠકો માંથી ઉત્તર પ્રદેશની 80 બેઠકો માંથી 8 બેઠકો માટે પણ મતદાન થવાનું છે. જેમાં કેન્દ્રીય મંત્રી વી.કે સિંહ, સત્યપાલ સિંહ, મહેશ શર્મા વગેરેનું ભાવી નક્કી થશે. 20 રાજ્યોની 91 બેઠકો માટે ચૂંટણી પંચે ભારે બંદોબસ્ત કર્યો છે.

બીજી તરફ આજે જ્યાં મતદાન થવાનું છે તે છત્તીસગઢના નક્સલવાદી વિસ્તારમાં હુમલાઓ થયા છે. પ્રથમ હુમલામાં ચાર જવાનો માર્યા ગયા છે. બીજા હુમલામાં ભાજપના ધારાસભ્ય સહિત પાંચ જવાનો માર્યા ગયા છે. ચૂંટણી પંચે આ વિસ્તારમાં હજુ વધારે પોલીસ કાફલો મુકવો જોઈએ એવી એક માંગણી થઇ રહી છે.

 28 ,  3