39 વર્ષે ભાજપમાં નવી નેતાગીરી આરૂઢ

6 એપ્રિલ. ભાજપનો સ્થાપના દિન. 1980 માં આજના દિવસે અટલ અને અડવાણીના નેતૃત્વ માં જનસંઘ નું ભાજપમાં રૂપાંતર થયું તેને 39 વર્ષ થયા. ભાજપમાં 39 વર્ષે મોદી- શાહની નવી નેતાગીરી આરૂઢ થઇ છે. ભાજપમાં અટલ યુગ તેમના નિધન સાથે સમાપ્ત થઇ ગયો અને અડવાણી ને ગાંધીનગર બેઠકથી ફરી ટીકીટ નહિ આપતા તેમની સાથે હવે જોષી અને સુમિત્રા મહાજન યુગ પણ પૂરો થઇ ગયો છે.

હવે ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની નવી નેતાગીરી આરૂઢ થઈ છે. અટલ અને અડવાણીની રામ -લક્ષ્મણ ની જોડીએ ભાજપ ને 2 બેઠકો થી 200 બેઠકો સુધી પહોંચાડ્યું હતું. 2014 માં રાજનાથસિંહ ભાજપના અધ્યક્ષ હતા અને અમિત શાહ ને યુપી ની જવાબદારી સોંપવામાં આવી હતી.

ભાજપે 282 બેઠકો મેળવી હતી. 2019માં ભાજપ સંપૂર્ણ રીતે મોદી અને શાહના નેતૃત્વ હેઠળ છે. લોકસભાની ચૂંટણીઓ ચાલી રહી છે ત્યારે મોદી અને શાહ ભાજપને કેટલી બેઠકો સુધી લઇ જશે તેની પણ ચર્ચા થાય તે સ્વાભાવિક છે.

આમ તો વડાપ્રધાન મોદીએ આત્મ વિશ્વાસ સાથે કહ્યું છે કે આ વખતે 300 બેઠકો તો પાક્કી જ છે. ભાજપના કાર્યકરો માની રહ્યા છે કે પક્ષમાં નવી નેતાગીરી ના માર્ગદર્શન માં ભાજપ 543 માંથી 300 બેઠકો તો રમતા રમતા જીતી જશે. અને મોદી ફરીથી વડાપ્રધાનપદે બિરાજશે. મોદી અને શાહની નવી નેતાગીરી પક્ષને એક નવી ઉંચાઈ પર લઇ જશે.

 37 ,  3