જ્યાં બરાબરીની ટક્કર છે ત્યાં યોજાશે મોદીની રેલીઓ…

લોકસભાની ચૂંટણીઓને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મોદી 10 એપ્રિલે જુનાગઢ અને અન્ય સ્થળે બે રેલીઓ યોજવાના છે.

10થી 21 એપ્રિલની વચ્ચે વડાપ્રધાન ચારથી પાંચ દિવસ ગુજરાતને ફાળવે એવી શક્યતા છે. કેમ કે ગુજરાતમાં 23મી એપ્રિલે મતદાન થવાનું છે. એ પહેલા વડાપ્રધાન ગુજરાતમાં જુનાગઢ, બારડોલી, પાટણ, બનાસકાંઠા, આણંદ, ખેડા, દાહોદ, પંચમહાલ અને કચ્છ તથા અમરેલીમાં પણ રેલી યોજશે.

વડાપ્રધાન ઉપરાંત ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં સળંગ ત્રણથી ચાર દિવસ વિવિધ મતવિસ્તારોમાં રેલીઓ યોજશે. એમ મનાય છે કે જ્યાં કોંગ્રેસ મજબુત છે અને ભાજપ નબળું છે ત્યાં વડાપ્રધાનની રેલીઓ યોજાશે.

 79 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી