પ્રિયંકાના PM મોદી પર પ્રહાર, કહ્યુ, ચોકીદાર ફક્ત અમીરોની જ ડ્યૂટી કરે છે

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ રવિવારે ખેડૂતોના મુદ્દે કેન્દ્રની મોદી સરકારને ઘેરી હતી. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેં ભી ચોકીદાર કેમ્પેન પર હુમલો કર્યો હતો. પ્રિયંકાએ ઉત્તર પ્રદેશના શેરડીના ખેડૂતોના લેવાના પૈસા નહીં મળવાને લગતો એક રિપોર્ટ ટ્વિટર પર શેર કર્યો હતો.

પ્રિયંકાએ કહ્યું, શેરડી પકવતા ખેડૂતો દિવસ-રાત મહેનત કરે છે. પરંતુ યુપી સરકાર તેમને ચૂકવણી કરવાની પણ જવાબદારી નથી લેતી. ખેડૂતોના 10000 કરોડ લેવાના બાકી છે જેનો અર્થ તેમના બાળકોનું શિક્ષણ, ભોજન, સ્વાસ્થ્ય અને ભવિષ્યના પાક બધું ઠપ થઈ જાય છે. આ ચોકીદાર માત્ર અમીરોની ડ્યૂટી કરે છે, ગરીબોની તેમને ચિંતા નથી.

 46 ,  3