કાશ્મીરમાં લોકો માટે જાહેર રસ્તા પર અવર જવર કરવા પ્રતિબંધ…

આતંકવાદ ગ્રસ્ત જમ્મૂ કાશ્મીરના ખીણ પ્રદેશમાં સત્તા વાળાઓએ સુરક્ષા દળોની હેરફેર અને તેમની સલામતી માટે શ્રીનગરને જોડતા ધોળી માર્ગ પર અઠવાડિયામાં બે દિવસ સામાન્ય લોકોની અવાર જવર પર પ્રતિબંધ મુક્યો છે. ઉધમપુરથી બારામુલ્લા નેશનલ હાઈવે પર હવે અઠવાડિયામાં બે દિવસ કોઈ જાહેર વ્યક્તિ જોવા નહીં મળે.

જે માહિતી બહાર આવી છે તે મુજબ ગવર્નર શાસનમાં તેઓ પ્રથમ નિર્ણય લેવાયો છે કે જેનો વિરોધ થવાની શક્યતા છે. જે માર્ગ પર સામાન્ય લોકો માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે તેના પર હવે ચૂંટણી પ્રચારના વાહનો, સ્કૂલ બસ, એમ્બ્યુલેન્સ કે લગ્ન પાર્ટીના વાહનો અવર-જવર કરી શકશે નહીં.

 37 ,  3