લોકસભા ચૂંટણી: 91 બેઠકો પર 56 ટકા મતદાન, યુપીની 8 બેઠક પર 50 ટકા મતદાન

લોકસભા ચૂંટણીના સાત તબક્કામાંથી પ્રથમ તબક્કાનું મતદાન 56 ટકા મતદાન નોધાયું. ઉત્તર પ્રદેશમાં 51 ટકા, ઉત્તરાખંડમાં 46 ટકા, પશ્ચિમ બંગાળમાં 70 ટકા, મિઝોરમમાં 55 ટકા, ત્રિપુરામાં 68 ટકા, તેલંગાણામાં 49 ટકા, મેઘાલયમાં 55 ટકા, નાગાલેન્ડમાં 68 ટકા મતદાન નોંધાયું છે.

જ્યારે પશ્ચિમ બંગાળના કુચ બિહારમાં 68.4 ટકા અને અલિપુરદુઆરમાં 71.01 ટકા મતદાન થયું. આ સાથે બિહારના ઔરંગાબાદ 38.50 ટકા અને ગયામાં 44 ટકા મતદાન થયું. પ્રદેશની અનામક લોકસભા સીટ નવાદા અને જમુઇમાં 43 ટકા અને 41.34 ટકા મતદાન નોધાયું.

પહેલા તબક્કામાં આંધ્ર પ્રદેશ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉત્ત્।રાખંડ, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, અને તેલંગાણાની તમામ લોકસભા બેઠકો માટે મતદાન યોજાયું હતું.

આ ઉપરાંત ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠકો (સહારનપુર, કૈરાના, મુઝફફરનગર, બિજનૌર, મેરઠ, બાગપત, ગાઝિયાબાદ, અને નોઈડા) તથા બિહારની ચાર બેઠકો ( ઔરંગાબાદ, ગયા, નવાદા અને જમુઈ) તથા અસમની પાંચ અને મહારાષ્ટ્રની સાત, ઓડિશાની ચાર, પશ્યિમ બંગાળની બે બેઠકો માટે મતદાન થયું હતું.

 24 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર