અમેઠીથી 2 હજાર કિ.મી દુર વાયનાડથી રાહુલે નોંધાવી ઉમેદવારી

લોકસભા ચૂંટણીના ત્રીજા ચરણના નોમિનેશનની આજે છેલ્લી તારીખ છે. આ દરમિયાન રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટ માટે ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉમેદવારીપત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ 2 કિમી લાંબો ભવ્ય રોડ શોનું પણ આયોજન કર્યું હતું. જેમાં પૂર્વ ઉત્તર પ્રદેશના કોંગ્રેસ પ્રભારી મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યાં હતા.

આપને જણાવી દઇએ, કેરળની વાયનાડ બેઠક માટે એનડીએના ઉમેદવાર તુષાર વેલાપલ્લી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રાહુલ ગાંધીનો તેમની સામે મુકાબલો રહેશે.

વાયનાડ લોકસભા ક્ષેત્રમાં વાયનાડ અને મલપ્પુરમ જિલ્લાની 3-3 વિધાનસભા સીટ તથા કોઝિકોડની એક વિધાનસભા સીટ સામેલ છે. આ ક્ષેત્રના કુલ 13 લાખ વોટરોમાંથી 56 ટકા મતદાતા મુસ્લિમ છે.

 51 ,  3