CM કુમારસ્વામીનો દાવો, કહ્યું, વોટ માટે ઉભી કરી ભારત-પાક. વચ્ચે તણાવ ભરી સ્થિતિ

કર્નાટકના CM એચ.ડી. કુમારસ્વામીએ બાલાકોટમાં કરવામાં આવેલી ભારતીય સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, આ કાર્યવાહી ભાજપ દ્વારા અને કેન્દ્રમાં વર્તમાન સરકારને રાજકીય લાભ પહોંચે તે માટે કરવામાં આવી હતી.

કુમારસ્વામીએ એક સેવાનિવૃત સૈન્ય અધિકારીની વાત કહી મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. સ્વામીએ દાવો કર્યો છે કે, વોટ માટે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ભરી સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે.

વધુમાં તેમણે કહ્યું કે, ભાજપ દેશની સુરક્ષાના નામ પર વોટ માગી રહ્યાં છે પરંતુ સવાલ તો એ છે કે શું છેલ્લા 70 વર્ષો સુધી દેશની સુરક્ષા ન હતી.

 25 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર