અમેઠીમાં સ્મૃતિ ઈરાનીનું ‘શક્તિ પ્રદર્શન’ CM યોગી સહિત અનેક નેતાઓ હાજર

લોકસભા ચૂંટણી 2019 માટે યુપીની અમેઠી લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ ઉમેદવારી નોધાવી છે. ઉમેદવારી નોંધાવતા અગાઉ તેમણે ભવ્ય રોડ શો કર્યો હતો. જેમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથ સહિત પાર્ટીના અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

આ અગાઉ સ્મૃતિ ઈરાનીએ રાયબરેલીના ભાજપના કાર્યાલયમાં પતિ ઝૂબીન ઈરાની સાથે પૂજા કરી હતા.

આપને જણાવી દઇએ, આ પહેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. તે સમયે રાહુલ ગાંધીની સાથે તેની બહેન અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાધી તેમજ રોબર્ટ વાડ્રા પણ હાજર હતા. કોંગ્રેસે તે દરમિયાન રોડ શો કરીને શક્તિ પ્રદર્શન કર્યું હતું.

 19 ,  3 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર