‘ભાજપ ન તો પૈસાથી બની છે અને ના તો પરિવારથી બની…’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે ઓરિસ્સાના સુદરગઢમાં ચૂંટણી સભા સંબોધી હતી. જેમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ભારત હવે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારે છે,સરકારો પહેલાં પણ હતી પરંતુ સર્જિકલ સ્ટ્રાઇક કરવાનું કોઈ વિચારી શકતી નહોતી.

તેમણે કોંગ્રેસ પર અને રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું હતું કે સ્વાર્થી નામદારે દેશને દાવ પર લગાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશમાં પૂર્ણ બહુમતની સરકાર બનવાનું નક્કી છે.

પીએમ મોદીએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું કે અનેક પાર્ટીઓ પૈસાથી બની છે પરંતુ ભાજપ કાર્યકર્તાઓના પરસેવાથી બનેલી છે. ભાજપ ન તો પૈસાથી બની છે અને ના તો પરિવારથી બની છે. ભાજપ કોઈ બહારની વિચારધારાથી પણ બનેલી પાર્ટી નથી.

વધુમાં વડાપ્રધાને કહ્યું હતું કે આજે ભાજપનો ઝંડો એવા ક્ષેત્રોમાં લહેરાઈ રહ્યો છે જ્યાં એક સમયે અશક્ય હતું. ભાજપ દુનિયાનું સૌથી મોટું લોકતાંત્રિક સંગઠન છે. આજે અમે કોંગ્રેસ અને તેનાથી બનેલી પાર્ટીઓ વિરુદ્ધ મજબુત વિકલ્પ છીએ.

 41 ,  3