લોકસભામાં ત્રિપલ તલાક બિલ રજૂ, કોંગ્રેસ દ્વારા વિરોધ

મુસ્લિમ મહિલાઓને ટ્રિપલ તલાકથી આઝાદી અપાવનારા વિધેયકને આજે સરકાર દ્વારા લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. મંત્રી રવિશંકર પ્રસાદે બિલને રજૂ કર્યું છે પરંતુ કોંગ્રેસ દ્વારા આ બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનું કહેવું છે આ બિલ લાવવામાં ઉતાવળ કરવા જેવી નથી.

જ્યારે બીજી તરફ ભાજપ અને સાથી પક્ષો દ્વારા આ બિલની તરફેણ કરવામાં આવી રહી છે. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે લોકસભામાં મંજૂરી માટે રજુ કર્યું છે. મે મહિનામાં બીજીવાર સત્તા સંભાળ્યા બાદ લોકસભાના પહેલા સત્રના પહેલા જ દિવસે સરકારે ટ્રિપલ તલાક વિધેયકનો ડ્રાફ્ટ રજુ કર્યો હતો.

લોકસભામાં આજે આ બિલ પર ચર્ચા બાદ ટ્રિપલ તલાક બિલ પસાર થાય તેવી શક્યતા છે. જેને લઈને ભારતીય જનતા પાર્ટીએ પોતાના તમામ સાંસદોને ત્રણ લાઈનનું વ્હિપ જારી કરીને સદનમાં પોતાની હાજરી સુનિશ્ચિત કરવાનું કહ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી ટ્રિપલ તલાક બિલને લઈને પોતાની પ્રતિબદ્ધતા અનેકવાર જાહેર કરી ચૂક્યા છે

 24 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી