UAPA બિલ લોકસભામાં પસાર, અમિત શાહે કહ્યું- અર્બન નક્સલીઓ માટે સહેજ પણ દયા નહીં

લોકસભામાં બુધવારે ગેરકાયદેસર પ્રવૃતિ નિવારણ સંશોધન (યૂએપીએ) ખરડો 2019 પાસ થઈ ગયું છે. આ દરમિયાન પક્ષ-વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા પણ થઈ હતી. કોંગ્રેસ અને અન્ય વિપક્ષોએ કાયદામાં નવી જોગવાઈ જોડવાનો વિરોધ કર્યો હતો. તેઓએ બિલને સ્ટેન્ડિંગ કમિટીને મોકલવાની માગ કરતાં ગૃહમાંથી વોકઆઉટ કર્યું હતું.

વિપક્ષના વિરોધનો જવાબ આપતા ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે શહેરી માઓવાદ (અર્બન નક્સલ) માટે કામ કરનાર માટે અમારા મનમાં થોડી પણ સંવેદના નથી. વૈચારિક આંદોલનનો ચોલોપહેરીને જે લોકો માઓવાદ ફેલાવી રહ્યા છે, તેમના પ્રતિ અમારા મનમાં કોઈ સંવેદના નથી.

અમિત શાહે વધુમાં જણાવ્યું કે, ‘જે વ્યક્તિ આતંકવાદના પોષણમાં મદદ કરે છે, નાણા ઉપલબ્ધ કરાવે છે, આતંકવાદના સાહિત્યનો પ્રચાર-પ્રસાર કરે છે કે આતંકવાદની થિયરી યુવાનોના મગજમાં ઉતારવાનો પ્રયાસ કરે છે તેને આતંકવાદી જાહેર કરવો જોઈએ?’ ગૃહમંત્રીએ કહ્યું કે, ‘મારું માનવું છે કે, આતંકવાદ બંદૂકથી પેદા થતો નથી, પરંતુ પ્રચાર અને ઉન્માદથી પેદા થાય છે.’

આ પહેલા IMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, કોંગ્રેસને આ માટે જવાબદાર ગણું છું. કોંગ્રેસ યુપીએ કાયદો લાવવા માટે દોષી છે. તે આ કાયદાને ત્યાર સત્તામાં લાવ્યા હતા જ્યારે તે સત્તામાં ભાજપ કરતા વધુ તાકતવર પાર્ટી હતી. હવે હારી ગયા ચો મુસ્લિમોના મોટા ભાઈ બનવા માગે છે.

 36 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી