પ્રિયંકા બાદ હવે રોબર્ટ વાડ્રા આપશે કોંગ્રેસનો સાથ, સમગ્ર દેશમાં કરશે ચૂંટણી પ્રચાર કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા પણ લોકસભા ચૂંટણીમાં પ્રચાર કરતા જોવા મળશે.
રોબર્ટ વાડ્રાએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીના નામાંકન બાદ સમગ્ર દેશમાં કોંગ્રેસ માટે પ્રચાર કરીશ. તેમણે એમ પણ કહ્યું હતું કે, અમેઠી અને રાયબરેલીમાં નામાંકન દરમિયાન પણ હાજર રહેશે.
આ અગાઉ ફેબ્રુઆરીમાં જ વાડ્રાએ સક્રિયા રાજકારણમાં આવવાના સંકેત આપી દીધા હતા. તેમણે તે સમયે પણ કહ્યું હતું કે, જો ચૂંટણી લડવાની વાત આવશે તો હું જન્મ ભૂમિ મુરાદાબાદથી જ ચૂંટણી લડીશ.
જો કે માર્ચમાં પણ ગાઝિયાબાદમાં પણ તેમના સમર્થનમાં પોસ્ટરો લાગ્યા હતા. પોસ્ટરોમાં લખ્યું હતું કે, ગાઝિયાબાદ કરે પુકાર, રોબર્ટ વાડ્રા અબકી બાર.
99 , 3