કેટલાકને હવે પ્રિયંકા ઇન્દિરા સ્ટાઇલમાં સાડી પહેરેએ પણ ગમતું નથી…

કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી બુધવારે અમેઠીના પ્રવાસે છે. કોંગ્રેસ મહામંત્રી બન્યા બાદ પ્રથમ વખત પ્રિયંકા અમેઠીની મુલાકાતે છે. તો બીજી તરફ અમેઠીમાં ઠેર ઠેર પોસ્ટરો લાગ્યા છે. જેમાં પ્રિયંકા ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો છે. મુસાફિરખાના કસ્બામાં જ્યાં પ્રિયંકા કોંગ્રેસ કાર્યકર્તાઓની સાથે બેઠક કરવાના છે ત્યાં દરેક જગ્યાએ પોસ્ટર લાગ્યા છે. જેમાં લખ્યુ છે, શું ખૂબ ઠગો છો, કેમ પાંચ વર્ષ બાદ જ અમેઠીને જોવો છો. 60 વર્ષનો હિસાબ આપો.

અમેઠીમાં લાગેલા આ પોસ્ટર પર સપા વિદ્યાર્થી નેતા જયસિંહ પ્રતાપ યાદવનું નામ લખેલુ છે. એક અન્ય પોસ્ટરમાં લખ્યુ છે, મે 2014માં વચન આપ્યુ હતુ, 5 વર્ષ બાદ શું લઈને આવ્યા છો?, અમેઠીને છેતરવાનો ઈરાદો છે. 60 વર્ષોનો હિસાબ આપો. પ્રયાગરાજ અને વારાણસીનો પ્રવાસ કર્યા બાદ હવે કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી એકવાર ફરી ઉત્તર પ્રદેશના પ્રવાસે છે.

બુધવારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી એક દિવસીય પ્રવાસે અમેઠી આવી રહ્યા છે. આની સાથે જ, ચૂંટણી આવે છે તે જોઈને સાડી પહેરી લીધી, હોશિયારી ચાલશે નહીં. લખેલા પોસ્ટર મુસાફિરખાના રોડ પર લાગેલા છે.

 121 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી