‘તાઈ’ હવે નહીં લડે ચૂંટણી, પાર્ટી પર જતાવી નારાજગી

લોકસભા ચૂંટણી 2019માં ઈન્દોરથી ભાજપના સાંસદ અને લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. સુમિત્રા મહાજને પત્ર લખીને ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું છે. જો કે પોતાના પત્રમાં સુમિત્રા મહાજને આ નિર્ણય લેવા માટે પણ પાર્ટીને જવાબદાર ઠેરવી છે.

લોકસભા સ્પીકર અને ઈન્દોરથી સળંગ આઠ વખતથી સાંસદ સુમિત્રા મહાજને આખરે ચૂંટણી લડવાની ના પાડી દીધી છે. શુક્રવારે ઈન્દોરમાં તેમણે મીડિયાને એક પત્ર મોકલ્યો. જેમાં તેમણે લખ્યું છે કે, મારી ટિકિટને લઈ પાર્ટી અસમંજસમાં છે, જેથી હું ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી રહુ છું. હવે હું ચૂંટણી નહીં લડુ, પાર્ટી જેને ઈચ્છે તેને ઈન્દોરની ટિકિટ આપી શકે છે.

આપને જણાવી દઇએ, ઈન્દોર લોકસભા બેઠક પર સુમિત્રા મહાજન ઉપરાંત શહેરના મેયર તથા પાર્ટીના સ્થાનિક ધારાસભ્ય માલિની લક્ષ્મણસિંહ ગૌડ, ભાજપના જ અન્ય એક ધારાસભ્ય ઉષા ઠાકુર, ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીય, પૂર્વ ધારાસભ્ય ભંવરસિંહ શેખાવત, અને ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના પૂર્વ ચેરમેન શંકર લાલવાનીનું નામ પણ ચર્ચામાં છે.

 40 ,  3