ઓપિનિયન પોલનો દાવો : બિહારમાં ફરી સુશાસન બાબુ….!

બિહારમાં NDAને સ્પષ્ટ બહુમત, નીતીશકુમારને ફરી મળી શકે છે તક

બિહાર વિધાનસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો વચ્ચે એક બીજાને નિશાન સાધી રહ્યા છે, આગામી 10 નવેમ્બરના રોજ ચૂંટણીના પરિણામો જે પણ હોઈ શકે, પરંતુ લોકનીતી-સીએસડીએસના ઓપિનિયન પોલમાં રાષ્ટ્રીય NDAને સ્પષ્ટ બહુમતી મળે તેવી સંભાવના છે. આ ઓપિનિયન પોલ મુજબ, મહાગઠબંધન બીજા સ્થાને રહેશે, જોકે તેના મત ટકાવારીમાં વધારો થશે. આ પોલમાં નીતીશ કુમારને ભલે તે રાહત રહે કે પ્રદેશમાં ફરીથી તેમની સરકાર હશે પરંતુ આ સાથે પોલમાં તે સ્પષ્ટ થયું કે પહેલાની અપેક્ષાએ તેમની લોકપ્રિયતામાં કમી આવી છે. 

નીતીશકુમાર બિહારની જનતાને નવા નવા સપના દેખાડી રહ્યા છે અને લોકો સમક્ષ ફરી તક માંગી રહ્યા છે. એક ઓપિનિયન પોલમાં સામે આવ્યું છે કે નીતીશકુમારને બિહારની જનતા એક વાર ફરી મુખ્યમંત્રી તરીકે તક આપી શકે છે. ઓપિનિયન પોલ મુજબ નીતીશકુમારના એનડીએ ગઠબંધનને 38% વોટ મળી શકે છે.

તો, બીજી તરફ તેજસ્વી યાદવના મહાગઠબંધનને 32 % વોટ મળવાની સંભાવના છે. 6 પક્ષો વાળા ગઠબંધન ગ્રાન્ડ ડેમોક્રેટિક સેક્યુલર ફ્રન્ટ (GDSF)ને 7 % જયારે ચિરાગ પાસવાનની જનશક્તિ પાર્ટીને 6 % વોટ મળી શકે છે, એનો અર્થ એ થયો કે ચૂંટણી પરિણામોમાં નીતીશકુમાર સૌથી આગળ છે.

સર્વેમાં નીતીશ કુમારને પૂર્ણ બહુમત

લોકનીતિ-સીએસડીએસ સર્વે (Lokniti-CSDS Survey) મા નીતીશ કુમારના નેતૃત્વ વાળા એનડીએને સ્પષ્ટ બહુમત જોવા મળી રહ્યો છે. એનડીએને 133-143 સીટો મળવાનું અનુમાન છે. તો મહાગઠબંધનને 88-98 સીટ, એલજેપીને 2-6 સીટ અને અન્યને 6થી 10 સીટ મળવાનું અનુમાન છે. તેનાથી તે સમજી શકાય કે બિહારમાં આ વખતે પણ એનડીએની સરકાર આવી શકે છે અને હાલની ઘોષણાઓ પ્રમાણે બધુ યોગ્ય રહ્યું તો નીતીશ કુમાર ફરીથી મુખ્યમંત્રી બનશે. 

આ પોલમાં 37 વિધાનસભા સીટોના 148 બૂથોને કરવ કરવામાં આવ્યા જેમાં 3731 લોકો સાથે વાત કરવામાં આવી. ઓપિનિયન પોલમાં નીતીશ કુમાર મુખ્યમંત્રીની પ્રથમ પસંદ બનેલા છે પરંતુ આરજેડી નેતા તેજસ્વી યાદવ તેનાથી દૂર નથી. લોકનીતિ-સીએસડીએસના સર્વેમાં મુખ્યમંત્રીના રૂપમાં લોકોની પ્રથમ પસંદ નીતીશ કુમાર છે. 31 ટકા લોકોની પસંદ સાથે તેઓ પ્રથમ સ્થાને છે તો આરજેડી નેતા તેજસ્વી યાદવ 27 ટકા લોકોની પસંદ સાથે બીજા, એલજેપી પ્રમુખ ચિરાગ પાસવાન 5 ટકાની સાથે ત્રીજા અને ભાજપના નેતા સુશીલ મોદી 4 ટકા લોકોની પસંદ સાથે ચોથા સ્થાને છે. 

તો બીજી તરફ સર્વેમાં 52 ટકા લોકો નીતિશ સરકારના કામથી સંતુષ્ટ છે, જ્યારે 44 ટકા લોકો અસંતુષ્ટ છે. તો 61 ટકા લોકો મોદી સરકારના કામકાજથી ખુશ જોવા મળી રહ્યા છે તો 35 ટકા લોકોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. આ સર્વે 10થી 17 ઑક્ટોબરની વચ્ચે કરવામાં આવ્યો.

 119 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર