લોકસભા: જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન બિલ બહુમત સાથે પસાર, બીલના સમર્થનમાં 370 વોટ

રાજ્યસભામાં જમ્મુ કાશ્મીર પુનર્ગઠન બીલ પાસ થયા બાદ આજે લોકસભામાં પણ આ બીલ પાસ થઇ ચૂક્યું છે. લોકસભામાં આ બીલના સમર્થનમાં 370 વોટ પડ્યા છે. જ્યારે વિરોધમાં 70 મત પડ્યા છે. સરકારના નિર્ણય બાદ પડોશી દેશ પાકિસ્તાનમાં હોબાળો થઈ ગયો છે. બંને દેશોની વચ્ચે દ્વિપક્ષીય તણાવ વધી ગયો છે. એવામાં સંયુક્ત રાષ્ટ્રે ભારત-પાકિસ્તાન સાથે શાંતિ કાયમ રાખવાની અપીલ કરી છે.

ગૃહમંત્રી અમિત શાહે આજે લોકસભામાં જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી 370મી કલમ અને 35એની જોગવાઇ અંગેના સરકારી પગલાને લોકસભામાં રજૂ કર્યું હતું. જેના પર ચાલેલી ચર્ચા બાદ લોકસભામા જમ્મુ કાશ્મીર પૂનર્ગઠન બીલ લોકસભામાં પાસ થયું છે.

અમેરિકાએ ભારતના આ પગલા પર નજર રાખવાની વાત કહી છે. પરંતુ ખાસ વાત એ છે કે અમેરિકા તરફથી આપવામાં આવેલા નિવેદનમાં તેઓએ પાકિસ્તાનનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું છે. હવે લોકસભામાં આ બિલ પસાર થવાની સાથે જ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ બે નવાં કેન્દ્રશાસિત પ્રદેશ બની ગયાં છે. હવે અહીં લેફ્ટનન્ટ ગવર્નરનું શાસન રહેશે.

હાલ, નવું બિલ લાગુ થતાં વર્તમાન રાજ્યપાલ સત્યપાલ મલિક રાજ્યનાં પ્રથમ લેફ્ટનન્ટ ગવર્નર બની જશે. હાલ, તેઓ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ એમ બંને કેન્દ્રશાસિત પ્રદેશનો કાર્યભાર સંભળાશે.

 37 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી