લોકસભા ચૂંટણી 2019 માટે ભાજપે આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો, ભાજપ અધ્યક્ષ અમિત શાહે ભાજપનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરતાં મોદી સરકારના પાંચ વર્ષની સિધ્ધિઓ ગણાવી દેશનું ગૌરવ વધ્યાનો આનંદ વ્યક્ત કર્યો.
શાહે સંકલ્પ પત્ર દેશવાસીઓ માટે એક રેકોર્ડ બની રહેશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, પાર્ટીના અધ્યક્ષ હોવાના નાતે એટલું જ કહેવા માગું છું કે અમે જનતાની અપેક્ષાઓ પૂર્ણ કરવાનો તમામ પ્રયાસ કર્યો છે. અમે દેશને મજબૂત સરકાર આપવાનો વાદો કરીએ છીએ. અમે મોદીજીના નેતૃત્વમાં જનતાની અપેક્ષાનું ભારત બનાવવામાં સફળ રહીશું. આ અપેક્ષાઓની પૂર્તિ કરવાની ચૂંટણી છે. અમને પૂર્ણ આશા છે કે ફરી એકવાર મજબૂત સરકાર બનશે.
તો બીજી તરફ રાજનાથ સિંહે સંકલ્પ પત્ર જાહેર કરતાં જ કહ્યું કે 12 શ્રેણીમાં તેને વિભાજીત કરાયું હતું. દરેક વિષય માટે એક અલગથી કમિટી પણ બનાવી હતી. વિકાસનું પૈડું ઝડપથી આગળ વધી રહ્યું છે. દેશની બહાર અને આંતરિક સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે અમે ઘણા પ્રયાસ કર્યા છે.
99 , 3