‘સ્પીડ બ્રેકર દીદીની ઉંઘ થઇ હરામ, નિંરાતે સુઈ પણ શકતા નથી’

પશ્ચિમ બંગાળના કુચબિહારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી રેલી સંબોધી હતી. જેમાં પીએમ મોદીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર જોરદાર પ્રહાર કર્યા હતા. ફરી એકવાર પીએમ એ મમતા બેનર્જીને સ્પીડ બ્રેકર દીદી કહી આરોપ લગાવ્યા હતા કે, કેન્દ્રની યોજનાઓ પર દર વખતે બ્રેક લગાવાની કોશિષ કરી છે.

આ દરમ્યાન પીએમે કહ્યું કે મમતા બેનર્જીનો ગુસ્સો બતાવી રહ્યો છે કે તેઓ આજકાલ ભયભીત છે જેના કારણે દીદી નિરાંતે સુઈ પણ શકતા નથી. જેનો ગુસ્સો તે ચૂંટણી પંચ પર કાઢે છે.

પીએમ એ આગળ કહ્યું કે સ્પીડ બ્રેકર દીદી એ જો કેન્દ્ર સરકારની યોજનાઓને રોકી ના હોત તો આજે ઘણી બધી સુવિધાઓનો લાભ તમને મળત. હવે દીદીને સબક શીખવાડવા માટે 2019ની આ લોકસભા ચૂંટણી આવી છે.

 43 ,  3