યુપીમાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ઘોષણાપત્ર જાહેર કર્યો હતો. જેમાં અનેક ચૂંટણીલક્ષી જાહેરાતો કરવામાં આવી હતી. સપાએ પોતાના ઘોષણાપત્રમાં સમાજવાદી પેંશન યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને દર મહિને 3 હજાર રૃપિયા આપવાની જાહેરાત કરી છે.
આ સાથે ઘોષણાપત્રમાં 2.5 કરોડની સંપત્તિ ધરાવતા લોકોને 2 ટકા અતિરિક્ત ટેક્ષ તેમજ GDPમાં 6 ટકા શિક્ષણ ખર્ચ કરવા સહિત અનેક મુદ્દાઓને સામેલ કર્યા છે.
ઘોષણાપત્ર રજૂ કરતા દરમિયાન અખિલેશ યાદેવ ભાજપને નિશાન પર લઇ ગઠબંધનનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ‘સબકા સાથ-સબકા વિકાસ’ માટે એક સાથ થવું પડશે. વધુમાં પીએમ પદના દાવેદારને લઇ જણાવ્યું હતું કે, ‘ઉત્તરપ્રદેશે અનેક પ્રધાનમંત્રી આપ્યા છે. જો આ વખતે યુપીમાંથી કોઇ પીએમ બને તો મને ઘણી ખુશી થશે’
114 , 3