કોલકાતામાં વધુ એક ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાસ, અનેક પિસ્તોલ જપ્ત

લોકસભાની ચૂંટણી પહેલા કોલકાતામાં વધુ એક ગેરકાયદે હથિયાર બનાવતી ફેક્ટરીનો પર્દાફાસ થયો છે. પોલીસે રેડ કરી છોટા ગંટી ગામ પાસે બ્લોક રાજરહાટ પાસેથી 7એમએમની 10 પિસ્તોલ ઝડપી પાડી છે. આ સિવાય મોટી માત્રામાં પિસ્તોલ બનાવવાનો સામાન પણ કબજે કર્યો છે.

મળતી જાણકારી અનુસાર, પોલીસે સાત લોકોની ધરપકડ પણ કરી હતી. પોલીસ હાલ ધરપકડ કરવામાં આવેલા લોકોની પુછતાછ કરી રહી છે. સાથે જ કારખાનામાં બનાવવામાં આવતા હથિયારો કયા કયા વિસ્તારોમાં વેચવામાં આવતા તેમજ આ ગોરખ ધંધામાં કોણ કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, ટુક સમયમાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે કોલકાતામાંથી હથિયારો બનાવતી બે ફેક્ટરી ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

 25 ,  3