BJPએ ત્રીજા લીસ્ટમાં 36 નામો કર્યા જાહેર, સંબીત પાત્રા અને ગીરીશ બાપતના નામ પણ સામેલ

ભાજપે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ૩૬ ઉમેદવારોના નામ સામેલ છે. પાર્ટીએ ઓરિસ્સાના પૂરીથી સંબિત પાત્રા અને ગીરીશ બાપતને મેદાનમાં ઉતાર્યા છે. તેના પરથી સ્પષ્ટ થઇ ગયું કે હવે પીએમ મોદી પૂરી સીટ પરથી ચૂંટણી લડશે નહીં. કારણ કે અત્યાર સુધી ચર્ચા હતી કે પીએમ મોદી વારાણસી સિવાય પૂરીથી પણ ચૂંટણી લડી શકે છે તેના પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું.

પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્રપ્રદેશની 23, મહારાષ્ટ્રની 06, ઓરિસ્સાની 5, મેઘાલયની 1 અને અસમની 1 સીટ પર ઉમેદવાર જાહેર કરાયો છે. તમને જણાવી દઇએ, ભાજપે આ પહેલાં લોકસભા ચૂંટણી માટે બે યાદી રજૂ કરી ચૂકયું છે. પાર્ટીએ પોતાની પહેલી યાદીમાં 184 સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી હતી. તો બીજીબાજુ યાદીમાં માત્ર એક નામ સામેલ હતું.

ભાજપની 184 ઉમેદવારોની પહેલી યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું પણ નામ સામેલ હતું. પીએમ મોદી વારાણસીથી ચૂંટણી લડશે. જયારે ભાજપ અધ્યક્ષ અમિત શાહ લાલ કૃષ્ણ અડવાણીની જગ્યા એ ગાંધીનગરથી ચૂંટણી લડશે. સ્મૃતિ ઇરાની અમેઠી, રાજનાથ સિંહ લખનઉ, નિતિન ગડકરી નાગપુર, વીકે સિંહ ગાઝિયાબાદથી ચૂંટણી લડશે.

 109 ,  3 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી