જુઓ,, આ રીતે પહોંચશે કોરોનાની રસી તમારે દ્વાર..!! પણ ક્યારે…? પૂછતા હૈ ભારત..!!

રસીની હેરફેર વખતે તાપમાનમાં કોઈ ફેરફાર તો નથી ને..? નજર રાખશે એપ્પ….

વાલીઓની લાગણી સાચી છે- રસી આવવા દો પછી ખોલો શાળાઓ..કોણ ના પાડે છે…

કોરોના રસી ક્યારે અને કેટલો ડોઝ લેવો, કોવિન એપ્લિકેશન તમને આપશે સંપૂર્ણ માહિતી…

પૂનાવાલાને આવો સવાલ મોદી સરકારને પૂછવા કોણે શક્તિમાનરૂપી રસી આપી એ તો તેઓ જ જાણે પણ..

કોવિન એપ્લિકેશન બંને ડોઝ પછી પ્રમાણપત્ર પણ આપશે…

(નેટ ડાકિયા-ખાસ અહેવાલ)

ગુજરાત સહિત આખા દેસમાં અને દુનિયામાં કોરોના મહમારીએ એવો દાટ વાળ્યો છે કે વાલકેશ્વરમાં રહેતા વાલજીભાઇ અને ભૂલેશ્વરમાં રહેતા ભીખાભાઇ, કાશ્મિરનો કમરૂદ્દીન, બંગાળમાં બાબુમોશાય, જયપુરમાં રહેનાર જેરામ અને ચેન્નઇનો ચેન્નાસ્વમી સહિત 130 કરોડ લોકો ક્યારે કોરોનાની રસી તેમના સુધી પહોંચે એની લેબરરૂમની બહાર જોવાતી રાહની જેમ રાહ જોઇ રહ્યાં છે…!! ક્યારે આવશે…ક્યારે આવશે…

શાળાઓ શરૂ કરવા માટે પણ મોટાભાગના વાલીઓની એવી લાગણી છે કે જ્યાં સુધી કોરોનાની રસી બજારમાં ના આવે ત્યાં સુધી શાળાઓ ખોલવી ન જોઇએ. કેન્દ્ર સરકાર પણ રસી બનાવનારાઓની સાથે સંપર્કમાં છે અને જેની રસી સૌથી પહેલા બને તેની પાસેથી કરોડોની સંખ્યામાં ડોઝ ખરીદી લેશે. એક રસી ઉત્પાદક દવા કંપનીના સીઇઓ પૂનાવાલાએ તો કોણ જાણે ક્યાંથી હિંમત આવી કે તેમણે મોદી સરકારનેસસણતો સવાલ કર્યો- રસી માટે 80 હજાર કરોડની વ્યવસ્થા છે સરકાર પાસે….?!

કેન્દ્ર સરકાર પાસે રસી ખરીદવા પૈસા ના હોય એવું તો બને જ નહીં. પણ પૂનાવાલાને આવો સવાલ મોદી સરકારને પૂછવા કોણે શક્તિમાનરૂપી રસી આપી એ તો તેઓ જ જાણે પણ તેમની પૂછવાની રીત યોગ્ય નહોતી. સરકારને એમ કહી શકાય કે રસી માટે 80 હજાર કરોડની જરૂર પડશે, સરકાર અત્યારથી જ નાણાંકિય વ્યવસ્થા કરી રાખે તો સારૂ….પણ જાણે કે તોરમાં આવીને એમ પૂછવુ કે- 80 હજાર કરોડ છે સરકાર પાસે….? એ સરકારનું અપમાન કરવા સમાન છે. સરકારે રસી માટેની નાણાંકિય વ્યવસ્થા કરી જ હોય, તેમાં બેમત હોઇ શકે જ નહીં.

વારૂ, એક ડોઝની કિંમત કેટલી….? તો જેનો જવાબ બિહાર વિધાનસભાની ચૂંટણીઓ વખતે મળ્યો. એક ડોઝની કિંમત અંદાજે 500 રૂપિયાની આસપાસ હશે. પણ અમારી સરકાર બનશે તો તમામ બિહારીઓને મફતમાં કોરોનાની રસી અપાશે, એવું વચન પણ ભાજપે ઢંઢેરા વખતે આપ્યું છે. ચૂંટણીઓ પતી ગઇ. સરકાર બની ગઇ અને બિહારના લોકો, “ સુશાસનબાબુ, ઇ કોરોના કા ટીકા કબ હી આવેગા….”ની જેમ નીતિશકુમારની તરફ મીટ માંડીને જોઇ રહ્યાં છે….! સુશાસનબાબુ તેમની આજુબાજુ મૂકાયેલા ભાજપના બે નાયબ મુખ્યમંત્રીઓની તરફ જોઇ રહ્યાં છે…! કેમ કે સીએમ ભલે તેઓ છે પણ રિમોટનો રંગ કેસરી છે…

સામાન્ય લોકોના મનમાં સવાલ છે કે કોરોનાની રસી ક્યારે અને કઇ રીતે પહોંચશે જન જન સુધી. તેની મહિતી સત્તાની ગલીઓમાંથી હૌલે…હૌલે…આવી રહી છે. અને તે દર્શાવે છે કે રસી પહોંચે તે પહેલા સરકાર એક એપ્પ બનાવશે જેને કોવિન એપ્પ એવું નામકરણ કરવામાં આવ્યું છે. આ એપ્પ કોણે બનાવી એવું પાછા કોઇ આરોગ્ય સેતુ એપ્પની જેમ ના પૂછતાં….!! છે આ એપ્પ અને કઇ રીતે પહોંચશે રસી તે જાણીએ….

ભારત સરકારે કોવિડ રસી રોલઆઉટ માટે એક વિશેષ એપ્લિકેશન તૈયાર કરી છે. તેનું નામ કોવિન રાખવામાં આવ્યું છે. આ એપ્લિકેશન કોવિડ રસીકરણ અભિયાનમાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. આના માધ્યમથી સરકારને રસી શેરો, વિતરણ, સંગ્રહ જેવી મહત્વપૂર્ણ માહિતી મળશે. તે જ સમયે, જ્યારે અને ક્યારે રસી આપવામાં આવે છે, ત્યારે તેનું શેડ્યૂલ પણ એપ્લિકેશન દ્વારા ઉપલબ્ધ થશે. કોવિન એપ્લિકેશન દ્વારા અધિકારીઓ રીઅલ-ટાઇમ ધોરણે ડેટા અપલોડ કરી એક્સેસ કરી શકશે. એપ્લિકેશનનો ડેટા કેન્દ્ર અને રાજ્ય એજન્સીઓથી અપડેટ કરવામાં આવશે, આ સિવાય દેશભરમાં ફેલાયેલા 28,000 કોલ્ડ સ્ટોરેજ સેન્ટરો પર રસીનો સ્ટોક શોધી શકાશે.. એપ્લિકેશન ટેમ્પલેટ લોગર્સ, રસી જમાવટ અને કોલ્ડ ચેઇન મેનેજરો પર પણ નજર રાખશે.

કેન્દ્ર સરકાર આ એપ્લિકેશન દ્વારા સ્ટોરેજ પોઇન્ટ પર તાપમાનના ફેરફારોને શોધી શકશે. આ ખૂબ મહત્વનું છે કારણ કે ઉપયોગ કરતા પહેલા રસી સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોવેન એપ્લિકેશન રસી સંગ્રહસ્થાન સુવિધાથી આરોગ્ય કેન્દ્ર, જિલ્લા હોસ્પિટલ અથવા રસીકરણ કેન્દ્ર સુધીની સફરને પણ ટ્રેક કરશે. જો સ્ટોક ક્યાંક ખૂટે છે, તો આ એપ્લિકેશન તેના પર સૂચનાઓ પણ મોકલશે.

કોવિન એપ દ્વારા લોકો તેમના રસીકરણનું સમયપત્રક, સ્થાન અને રસી કોને મળશે તેની વિગતો પણ ચકાસી શકશે. એકવાર રસીના બંને ડોઝનો ઉપયોગ થઈ જાય, ત્યારબાદ એપ્લિકેશનમાં રસીકરણનું પ્રમાણપત્ર પણ જનરેટ કરવામાં આવશે. તેને ડિજિલોકરમાં પણ સાચવી રખાશે.

એપ્લિકેશનમાં ચારેય અગ્રતા ક્રમ ધરાવનાર જૂથો છે – આરોગ્ય સંભાળ કાર્યકરો, ફ્રન્ટલાઈન કાર્યકરો, 50 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારીઓથી પીડાતા લોકો. જિલ્લા કક્ષાએ તે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કામ કરતા લોકોના ડેટા ફીડ કરશે. મંજૂરી પછી તેમને પ્રથમ રસી ડોઝ આપવામાં આવશે…

કેન્દ્ર સરકાર રસી ઉત્પાદકો પાસેથી ડોઝની સીધી ખરીદી કરશે. રાજ્યો અને જિલ્લાઓમાં અસ્તિત્વમાં છે તે નેટવર્કની મદદથી પ્રથમ અગ્રતા જૂથો રસી અપાવશે. રાજ્ય સરકારો એવા મકાનોની ઓળખ કરી રહી છે જેનો ઉપયોગ રસીકરણ બૂથ( પોલિંગ બુથની જેમ વેક્સીન બુથ) તરીકે થઈ શકે છે. આમાં ફક્ત આરોગ્ય સંભાળ સુવિધાઓ જ શામેલ નથી. શાળાઓ, પંચાયતી ઇમારતો અને આંગણવાડી કેન્દ્રની ઇમારતોનો ઉપયોગ કોવિડ રસીકરણ માટે થઈ શકે છે. રસીકરણની સૂચિમાં શામેલ વ્યક્તિને તેના આધાર સાથે જોડવામાં આવશે જેથી ડુપ્લિકેશન ના થાય . તે કોને રસી આપવામાં આવી છે અને કોને નથી તે શોધી કાઢવા માટે પણ સક્ષમ હશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનું આયોજન છે કે 25-30 કરોડ ભારતીયોને અગ્રતાના આધારે જુલાઈ 2021 સુધી રસી આપી શકાશે..

ભારતમાં તમામ જિલ્લાઓમાં 28,000 જેટલા રસી સંગ્રહ કેન્દ્રો છે જે ઇવીન નેટવર્ક સાથે જોડાયેલા છે. ઓછામાં ઓછા 40,000 ફ્રન્ટલાઈન કામદારો લોજિસ્ટિક્સના સંચાલનમાં રોકાયેલા છે. સંગ્રહ તાપમાન તપાસવા માટે ઓછામાં ઓછા 50 હજાર ટેમ્પ્રેસર લોગર્સની વ્યવસ્થા કરવામાં આવી છે.

આરોગ્ય મંત્રાલય પાસે પહેલેથી જ ઇલેક્ટ્રોનિક વેક્સીન ઇન્ટેલીજન્સ નેટવર્ક એટલે કે ઇવીન (Evin) જેવા ડિજિટલ પ્લેટફોર્મ ઉપલબ્ધ છે. ઇવીન બધા કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ પર રસી સ્ટોક્સ અને સ્ટોરેજ ટેમ્પલેટની રીઅલ-ટાઇમ માહિતી પૂરી પાડશે.. સરકાર તેના ડેટાને કોવિન એપ્લિકેશન સાથે જોડીને એકીકૃત કરશે.

બસ, હવે આ કોરોનાની રસી આવે તો જાણે ગંગા નાહ્યા…એમ લોકો કહી રહ્યાં છે. વિશેષ કર વાલીઓની એવી લાગણી છે કે જ્યાં સુધી કોરોનાની રસી બજારમાં ઉપલબ્ધ ના હોય ત્યાં સુધી શાળાઓ બંધ રાખવી જોઇએ. વાત તો સાચી છે. ગુજરાતમાં 23મીથી શાળાઓ ખુલવાની હતી પણ 57 કલાકના કર્ફયુએ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને કહ્યું-થાંભા…થોભો..રોકાઇ જાઓ, ઉતાવળ ના કરશો….રસી આવે તો બધુ જ ખોલી નાંખો-શાળાઓ, કોલેજો, અને જે હજુ સંક્રમણની બીકે ખુલ્યા નથી એ તમામને ખોલી નાંખો. કેમ કે હવે કોરોનાનો ડર કેવો…? એક ઇંજેક્શન લગાવો-કોરોના ભગાવો….!!

એ દિવસ ક્યારે આવશે..?.આયેગા….! આયેગા..!

વો દિન ભી આયેગા, બસ આ પૂનાવાલાની રસી તૈયાર થઇ જાય એટલી વાર….!

-દિનેશ રાજપૂત

 80 ,  1