લાગે છે કે ટ્વીટર અને ચીન માસિયારા ભાઇ-ભાઇ છે..!! જાણો કઇ રીતે..!

અમિતભાઇનો પ્રોફાઇલ ફોટો કાઢી નાંખ્યો…આટલી હિંમત…? એક ચકલીની…? ભારત સે ટક્કર…!!

ટ્વીટર ચીનની જેમ ભારત સાથે લડવાના મૂડમાં હોય તેમ ભારતના નકશા સાથે છેડ અને છાડ કરી રહ્યું છે…

ટ્વીટરની સજા એ હોવી જોઇએ કે તેને ભારતભરમાં કરો પ્રતિબંધિત…

(નેટડાકિયા-ખાસ અહેવાલ)

એક સમયે ઘર ઘરના આંગણે ચકલીઓની ગૂંજ સંભળાતી હતી. સમય જતાં આજે ચકલીઓ અથવા હિન્દીમાં કહીએ તો ચિડયો કા ચહકના… બંધ હો ગયા. આજના સમયમાં ચકલીની ગૂંજ સંભળાય છે પણ અલગ રૂપમાં. અને તે રૂપ છે માઇક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર…!!

ટ્વીટરે પોતાના પ્રતિકમાં ચકલીનું ચિત્ર રાખ્યું છે. ટ્વીટ એટલે ચકલી ચીં…ચીં.. કરે તેમ ચહકના એટલે કે કોઇ બોલ્યું ટ્વીટના રૂપમાં. આજે દુનિયામાં વડાપ્રધાનથી માંડીને વેલજીભાઇ સહિત સૌ કોઇ ટ્વીટરનો ઉપયોગ કરી રહ્યાં છે પોતાની વાત રજૂ કરવા માટે. આમ તો ટ્વીટર સોશ્યલ મિડિયાનો એક ભાગ છે પણ છેલ્લાં કેટલાક સમયથી તે ચીનની જેમ અનસોશ્યલ બનીને નભારતને પરેશાન કરી રહ્યું છે અને હદ તો ત્યાં થઇ કે તેમણે દેશના કદાવર નેતા અમિત શાહના ટ્વીટર એકાઉન્ટમાંથી અમિતભાઇનો પ્રોફાઇલ ફોટો કાઢી નાંખ્યો…આટલી હિંમત…? એક ચકલીની…? ભારત સે ટક્કર…!!

ગૃહમંત્રી અમિતભાઇનો પ્રોફાઇલ ફોટો દૂર કરવામાં આવ્યો તે પહેલાથી જ ટ્વીટર કંપની જાણે કે ચીનની જેમ ભારત સાથે લડવાના મૂડમાં હોય તેમ ભારતના નકશા સાથે છેડ અને છાડ કરી રહ્યું છે. એક વાર તો ભૂલ કરી પણ ફરીથી ભૂલ દર્શાવે છે કે તેનો ઇરાદો બદ છે. ટ્વીટર ભારત વિરોધી ચીનના ઇશારે ભારતના નકશાની સાથે ચેડાં કરીને ભારતને જાણે કે ઉશ્કેરવાનું અને તળપજી ભાષામાં કહીએ તો નાકની ઉપર આંગળી મૂકીને 130 કરોડની વસ્તીવાળા દેશને ચિઢવવાનું કામ કર્યું છે.

ચકલીની હિંમત જુઓ. ગલવાન ઘટના બાદ ટ્વીટરે લેહ લદાખને ચીનનો હિસ્સો બતાવ્યો. ભારતે વિરોધ કર્યો અને પૂછ્યું- કેમ, ભાઇ…શા માટે…લેહ-લદાખ તો ભારતના છે, ચીનના કઇ રીતે થઇ ગયા…?? ટ્વીટરે ચીં…ચીં… કરીને કહ્યું-ઓહો…એમ છે..સોરી…સોરી..

ભારતને લાગ્યું, ચલો સોરી કહ્યું છે, ભૂલ થઇ ગઇ હશે ટ્વીટરને નકશામાં ખબર નહીં પડતી હોય… પણ ટ્વીટરને જાણે કે લેહ વિસ્તાર એટલો ગમી ગયો એટલે તેને હવે જમ્મુ-કાશ્મીરનો હિસ્સો બતાવ્યો. પરંતુ હકીકત એ છે કે 5 ઓગસ્ટ,2019 પછી લેહ-લદાખ અલગ પ્રદેશ બનાવવામાં આવ્યો છે અને તેને કાશ્મિરથી અલગ કરીને ભારતે નવો નકશો પણ બહાર પાડ્યો. ટ્વીટરે ફરીથી ભૂલ કરી. લેહને કાશ્મીરનો ભાગ બતાવવો એટલે તે ભારતના સત્તાવાર નકશા સાથે છેડછાડ કરવા સમાન છે.

ભારત સરકારે ટ્વીટરની સામે હવે કાયદાકિય પગલા ભરવાની જાહેરાત કરી છે. અધૂરામાં પુરૂ આપણાં ગૃહમંત્રીનો પ્રોફાઇલ ફોટો ટ્વીટરે કાઢી નાંખ્યો એ પણ ચકલીની અવળચંડાઇ જ છે. ટ્વીટરની સામે હવે દયા ના રખાય. તેને બતાવી દેવુ પડે કે ચીનના રવાડે ના ચઢશો. ચીન કોઇનું નથી, આ જુઓ ને, ભારતે ચીનને કેવા કેવા ભાવતા ભોજનિયા અને વ્યંજનો પિરસ્યા, ફેરવ્યા, દોસ્તી કરી, સાથે બેસીને જમ્યા-એકબીજાને ગમ્યા, ભમ્યા અને પછી ચીને પોતાનો અસલી રંગ બતાવીને આપણાં 20 જવાનોને 15 જૂનના રોજ લેહ-લદાખના ગલવાન સેક્ટરમાં હણીને જે વિશ્વાસઘાત કર્યો તે પછી ભારતે એવો પ્રતિકાર આપ્યો કે ચીનના શી જિનપિંગ વિચારી રહ્યાં છે- ભારત આટલી આક્રમતા બતાવશે અને હજારો જવાનોને ચીનની સામે ખડગી દેશે….!! જિનપિંગુ હજી વિચારમાં જ છે, અને ભારત ગમે ત્યારે રાફેલ વિમાન ચીનની ઉપર આંટો મારવા મોકલી શકે એટલી સૈન્ય તાકાત ધરાવતું થઇ ગયું છે.

તો વાત હતી ચીં…ચીં…ચકલીની. ભારતનો ખોટો નકશો દુનિયા સમક્ષ રજૂ કર્યો અને આપણાં ગૃહમંત્રીનો ફોટો કાઢી નાંખવાની જે ભૂલ કરી છે તે અક્ષમ્ય એટલે કે ક્ષમાને પાત્ર નથી અને નથી….ઇસકી સજા મિલેંગી…બરાબર મિલેંગી….

ટ્વીટરની સજા એ હોવી જોઇએ કે તેને ભારતભરમાં કરો પ્રતિબંધિત…આપો કાયદાકિય નોટિસ. કોના કહેવાથી લેહને કાશ્મિરનો હિસ્સો બતાવ્યો, શું તેનું જનરલ નોલેજ સાવ ખાડેગયું છે…? અમેરિકાની આ બુધ્ધિજીવીઓની કંપની કરતાં તો અમારા ભારતના સામાન્ય લોકો એટલું બધુ જનરલ નોલેજ ધરાવે છે કે એક મહિલા તો એક કરોડ જીતી ગઇ….અને રોજે રોજ કેબીસીમાં લોકો જનરલ નોલેજના આધારે જ લાખો રૂપિયા જીતીને લખપતિ બની રહ્યાં છે…… અને ટ્વીટરિયા બુધ્ધિજીવીઓએ ચીન પાસેથી બુધ્ધિ ઉધારમાં લીધા હોય તેમ લાગે છે. ચાઇનીઝ માલની જેમ ચાઇનીઝ બુધ્ધિ પણ લાંબી નહીં ટકે….!!

ઘણીવાર ઘણાંને એમ થાય કે આવુ શીદને થતું હશે…ફૂલડા ડૂબી જાય અને પત્થરો તરી જાય છે….ટ્વીટરને કેમ આવું કરવાનું સુઝતું હશે અને ભૂલો પર ભૂલો કરી જાય છે…કંઇક તો હશે જ. નહીંતર આવડી મોટી ચકલી સંસ્થા ચલાવનારને જાણ હોય જ કે તે જાણીજોઇને જ આવું કૃત્ય આચરી રહ્યું છે અને તેના શું પ્રત્યાઘાત આવશે….પણ કોઇને રાજી કરવા…કોઇને નારાજ કરવા ટ્વીટરે આવી ભૂલો જાણી જોઇને જ કરી છે ત્યારે ચાઇનીઝ માલની જેમ હવે ટ્વીટરનો પણ કરો બહિષ્કાર…ક્યોં કિ યે હૈ મોદી કી સરકાર…અબ કી બાર ટ્રમ્પ સરકાર…ભલે ના બની પણ ભારતમાં તો છે મોદી સરકાર અને મતદારોના વિશ્વાસે હજુપણ રહેશે મોદી સરકાર…એ પેલી સાડા ત્રણ અક્ષરોવાળી ચકલીએ બે શબ્દોમાં સમજી લેવુ પડશે…

ભારત મેં ધંધા કરના હૈ તો ભારત કી બાત માનની હી પડેગી…

મિ. ભારત મનોજકુમારેકહ્યું છે એ ટ્વીટરે યાદ રાખવુ પડશે-

ભારત કા રહેનેવાલા હું ભારત કી બાત સુનાતા હું….!!

– દિનેશ રાજપૂત

 73 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર