પ્રેમી સાથે મળી દિકરીએ ઘડી જનેતાને મોતને ઘાટ ઉતારવાની યોજના …

ફક્ત પ્રોપર્ટી માટે થઇને એક દિકરીએ પોતાના જ સંબંધોનું ગળુ દબાવી દેતો એક બનાવ સામે આવ્યો છે. જેમાં પોતાના પ્રેમી સાથે મળીને પોતાના જ માતા પિતાની તેણે હત્યા કરાવી દીધી. હત્યાની આ બંને ઘટના અલગ અલગ દિવસે કરવામા આવી.

પરંતુ હત્યા કરવાની રીત બંનેની સરખી હતી. તેમને કોઇ નશીલો પદાર્થ ચા મા ભેળવીને પીવડાવી દેવામાં આવ્યો હતો. જે બાદ ઉંઘમાં આવ્યા બાદ બંનેનું મોઠુ દબાઇ તેમની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. અને બંને મૃતદેહ ગરનાળામાં બેગમાં ભરીને એક સરખી રીતે નાખવામાં આવ્યા હતા.

જોકે આ બનાવની તપાસ દરમિયાન કાતિલ દિકરી પોલીસને પોતાની વાતોમાં ભરમાવવામાં અસફળ રહી. અને તેની આખી કરતૂત ઉજાગર થઇ ગઇ. આ બનાવની માસ્ટર માઇન્ડ મૃતક દંપતિની દિકરી જ છે.

 64 ,  3