આપદા કે બાદ સુનહરા અવસર..! રાતભર પિટાઇ, સવારે બન્યા જમાઈ

પ્રેમિકાને મળવા જતાં પકડાઇ ગયો પ્રેમી, સખત ધોલાઇ કર્યા બાદ સવારે કરાવી દીધા લગ્ન

ઉત્તર પ્રદેશના રામપુરમાં એક રોમાંચક ઘટના સામે આવી છે, જ્યાં અડધી રાતે ગર્લફ્રેન્ડ મળવા પહોંચેલા પ્રેમીને પકડી પાડ્યો હતો. ગુસ્સે થયેલા યુવતીના પરિવારજનોએ આરોપી યુવકને ઓરડામાં બંધ કરી આખી રાત જબરજસ્ત પિટાઇ કરવામાં આવી હતી. જો કે સવારે કંઇક અલગ જ નજારો જોવા મળ્યો હતો. યુવતીના પરિવારજનોએ યુવકને સખત માર મારી, સવારે તેની સાથે લગ્ન કરાવી દીધા હતા.

આખી રાત ઢોરની જેમ માર માર્યા બાદ પરિવારજનોએ આ યુવાનને જમાઈ તરીકે સ્વીકારી લીધો. આ કેસ રામપુરના અજીમનગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા મેહંદીનગરના સુમાલી ગામનો છે. જયાં આ યુવકની પ્રેમીકા રહેતી હતી. સ્વાર વિસ્તારનાા ગદ્દી નગલી ગામનાા નિવાસી પ્રેમસિંહનું મેહંદીનગરના સુમાલીની લક્ષ્મી નામની યુવતી સાથે અફેર હતું.

આ યુવક અવારનવાર લક્ષ્મીને મળવા માટે ગામમાં આવતો હતો. યુવક આશરે ૧૨ વાગ્યે પ્રેમીકાને મળવા માટે લક્ષ્મીના ઘરે પહોંચ્યો હતો. ઘરમાં કોઈ આવ્યું છે એની જાણ થતા પરિવારજનો એલર્ટ થઈ ગયા. પરિવારજનોએ છુપી રીતે એને જોયો ત્યારે પરિવારજનો ચોંકી ગયા હતા. પ્રેમી કંઈ સમજે કે વિચારે એ પહેલા જ પરિવારજનોએ પકડીને રૂમમાં પૂરી દીધો હતો. મોટો હોબાળો અને ધમાલ થતા આસપાસમાંથી પણ લોકો આવ્યા અને પ્રેમીની ધોલાઈ કરવાનું શરૂ કરી દીધું.

ત્યાર બાદ મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો. આ કેસમાં પોલીસ ઉચ્ચ અધિકારી અરૂણ કુમારે જણાવ્યું કે, આ અંગેની ફરિયાદ આવતા યુવકનો પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો છે.

યુવકના પરિવારના લોકો પણ આવ્યા હતા. ત્યાર બાદ બંનેના પરિવારજનો વચ્ચે વાતચીત કરાવવામાં આવી હતી. ત્યાર બાદ બંને પક્ષના લોકોએ વિવાહનો નિર્ણય લીધો અને જે યુવાનની રાત્રે ધોલાઈ કરી હતી એને જમાઈ તરીકે સ્વીકારી લીધો હતો. પછી બંનેએ અજીમનગર વિસ્તારમાં આવેલા એક નાનકડા મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ ઘટનાની સમગ્ર રામપુરમાં ચર્ચા થઈ રહી છે. જોકે, પોલીસે બંનેનું નિવેદન પણ નોંધ્યું હતું.

 160 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર