September 19, 2020
September 19, 2020

સુરત : પ્રેમ કહાનીનો કરૂણ અંત, સગીર પ્રેમી યુગલે સજોડે કર્યો આપઘાત

સણીયા કણદે ગામની સીમમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત

સુરત શહેરના ડિંડોલી નજીક સણીયા કણદે ગામની સીમમાં પ્રેમી પંખીડાએ ઝાડ પર લટકી જઈ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર ફેલાઈ છે. પ્રેમમાં પાગલ બનેલા સગીર પ્રેમી યુગલ એક નહી થવાના ભયે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કણદેનો સગીર યુવાન તેજસ સણીયા સચિનના પાલિગામમા રહેતી 15 વર્ષીય સગીરાએ કણદે ગામની સીમમાં ઝાડ પર લટકીને સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક તેજસ બે દિવસ પહેલા ઘરેથી કામ છે તેમ કહી નીકળ્યો હતો. બાદમાં તે પરત ન ફરતા તપાસ કરતા સીમમાં સગીરા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. તો બીજી તરફ બનાવને પગલે અંજાર પંથકમાં અરેરાટી છવાઈ છે.

મળતી વિગત મુજબ, મંગળવારે સવારે ઘરેથી 50 રૂપિયા લઈને યુવક નીકળેલો બીજા દિવસે પણ પરત ન આવતાં પરિવાર અને તેના મિત્રોએ શોધખોળ હાથ ધરી હતી. જેમાં બન્નેના લટકતા મૃતદેહો મળી આવતાં પરિવાર ભારે શોકમાં ગરકાવ થઇ ગયો. મૃતક તેજસના પિતાએ કહ્યું કે, તેના મિત્રો પાસેથી પ્રેમ સંબંધની જાણ થઈ. અગાઉ ખબર હોત તો તેની સગાઈ કરાવી દીધી હોત. જો કે, હાલ સમગ્ર આપઘાત પ્રકરણમાં ડિંડોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસના જણાવ્યા મુજબ, કણદે ખાતે આવેલ પારા ફળિયા ખાતે તેના પરિવાર સાથે રહેતો તેજસ સણીયા સચિન ખાતે આવેલ કારખાનામાં નોકરી કરી તેના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આ દરમિયાન તેજસને સચિનના પાલિગામમા રહેતી 15 વર્ષની છોકરી સાથે આંખો મળી ગઈ હતી. બન્ને વચ્ચે ગાઢ પ્રેમ સંબધ બંધાયો હતો. સગીર પ્રેમી પંખીડાને ક્યારે એક નહીં થાય તેમજ પરિવાર તેમનો સ્વીકાર નહીં કરે તેવી આશંકાને લઇ બંન્નેએ ગામની સીમમાં ઝાડની ડાળી પર લટકી જઇ મોતને વહાલું કર્યું હતું.

તો બીજી તરફ સગીરાના પરિવારજનોને જાણ થઇ કે તેમની દીકરી તેજસ સાથે ભાગી ગઇ છે. આ વાત સામે આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. જોકે સણીયા કણદે ગામમાં આવેલા એક ઝાડની ડાળી પર બન્નેની લટકતી લાશ જોઈ આઘાતમાં સરી ગયા હતા.

પરિવારજનોને આપઘાત કરનાર યુવક યુવતીના પ્રેમ સંબંધ વિશે ખયાલ ન હતો. તેમણે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે જો આ સંબધ વિશે ખબર હોત તો અમે તેમના લગ્ન કરાવી દેત.. હાલ આ મામલે પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 81 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર