રાજકોટ: ઝઘડો થતા પ્રેમીએ પ્રેમિકાનું નાક, કાન અને વાળ કાપી 2 લાખ પડાવ્યા

મહિલાઓ પર અત્યાચારના કિસ્સાઓ દિવસને દિવસે વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં એક પાગલ પ્રેમીએ તેની પ્રેમિકાને રૂપિયા બાબતે ઝઘડો થતા મહિલાનું નાક અને કાન કાપી લીધા હતા. જેને લઇને સમગ્ર વિસ્તારમાં મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ઇજાગ્રસ્ત પ્રેમિકાને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે.

શહેરના વાજડી ખંભાલાની સીમમાં પૈસા માટે ઝઘડો થતા પ્રેમીએ પ્રેમીકાના કાન, નાક અને વાળ કાપી લેતા ચકચાર મચી ગઇ છે. લોધિકાની દેવીપૂજક મહિલા વનિતા કેશુ વાધેલા તેના જામનગરમાં રહેતા પ્રેમીએ રૂપિયા બાબતે ઝઘડો થતા પ્રેમીકાના માથાના વાળ, નાક અને કાન કરી નાખી બે લાખ જેટલી રોકડ પડાવી લીધી હતી.

મહિલાએ પોલીસને જણાવ્યા પ્રમાણે ગત મોડી રાત્રે સલિમે મને ફોન કરીને હવે આપણે બેયને ભાગી જવું છે તેમ કહ્યું અને અને પોતે જામનગરથી તેડવા આવી રહ્યો છે એવું કહ્યું. બાદમાં રાતે ત્રણ વાગ્યે મને ઘરની બહાર રોડ પર આવવા કહ્યું હતું. તેમજ ઘરમાં જે પૈસા હોય તે સાથે લઇ લેવાનું કહેતાં મેં ઘરમાં કટકે-કટકે ભેગા કરેલા રૂપિયા બે લાખ કબાટમાંથી કાઢ્યા હતાં અને બહાર નીકળી ગઇ હતી.

લોધિકા રહેતી વનિતાબેન કેશુભાઇ વાઘેલા (ઉ.45)એ જણાવ્યું હતું કે, મારા લગ્ન લોધીકાના કેશુ વાઘેલા સાથે થયા છે અને સંતાનમાં પાંચ પુત્ર તથા ચાર પુત્રી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હું અવાર-નવાર માવતરે જતી હોય એ વિસ્તારમાં જ રહેતાં સલિમ સાથે પરિચય થયા બાદ અમારી વચ્ચે સાતેક વર્ષથી પ્રેમસંબંધ હતો. અમે રોજબરોજ ફોનમાં વાતોચીતો કરતાં હતાં અને ક્યારેક મળતાં પણ હતાં. અમે સાવરણી વેંચવા સહિતની છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવીએ છીએ. મારા માવતર જામનગર ગુલાબનગરમાં રહેતાં હતાં અને હાલમાં મોરબી રહે છે.

મળતી જાણકારી અનુસાર સલિમ મને તેના બાઇકમાં બેસાડીને નજીકના ખંભાળા વાજડીની વીડીમાં લઇ ગયો હતો. ત્યાં પહોચતા મેં તેને ‘આપણે ભાગી જ જવું છે તો આ બાજુ શું કામ લઇ આવ્યો?’ તેમ પુછતાં સલિમે ‘ભાગવું નથી, મારે તો પૈસાની જરૂર છે એટલે તને બોલાવી છે’ એવું કહ્યું. મેં કહ્યું કે, ‘જો ભાગવું ન હોય તો મારે પૈસા નથી આપવા મને પાછી મુકી જા’ તેમ જણાવતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને ‘મારે તો તારા પૈસા જ જોઇએ છે’ કહી મને પછાડી દીધી.

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી