September 18, 2021
September 18, 2021

LRD પેપર લીકનો મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની દિલ્હીથી ધરપકડ

LRD પેપર લીક કાંડનો મુખ્ય આરોપી વિરેન્દ્ર માથુરની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત ATS અને ક્રાઇમબ્રાન્ચે વિરેનદ્ર માથુરની ધરપકડ કરી છે. વિરેન્દ્રએ તેની ઓળખ બદલવા માટે તેનો વેશ પણ બદલી નાંખ્યો હતો. તેણે વ્હાઇટ દાઢી રાખી ઓળખ છૂપવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, એટીએસ દ્વારા તેની પર વોચ રાખવામાં આવી હતી. જે બાદ તેની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે.

તપાસમાં સામે આવ્યુ છે કે વીરેન્દ્ર માથુર માત્ર એલઆરડી પેપરલીક કૌભાંડ જ નહીં પરંતુ અન્ય રાજયોના પેપરલીક કૌભાંડમાં પણ સંડોવાયેલો છે. ત્યારે તપાસમાં સામે આવ્યુ છે કે વિરેન્દ્ર પેપર લીક કરવા માટે 1 કરોડ રૂપિયા લેતો હતો. એટલું જ નહીં તપાસમાં બહાર આવ્યુ છે કે વિરેન્દ્ર માથુરે બે લોકોને 2 દિવસ પહેલા જ પેપર સોલ્વ કરવા આપ્યુ હતું.

નોંધનીય છે કે, ગત 2 ડિસેમ્બર 2018ના રોજ ગુજરાત પોલીસ ખાતામાં 9713 લોક રક્ષકની લેખિત પરીક્ષા યોજાવવાની હતી. જે દરમિયાન પેપર લીકની ધટના સામે આવતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી.

 43 ,  3