LRD-PSI ભરતી : ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે, નહીંતર…

 IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને આપી સૂચના

LRD-PSI ભરતીની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે.

લોકરક્ષક દળ અને સબ ઈન્સપેક્ટરની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વની સૂચના છે. લોકરક્ષક ભરતી બોર્ડના પ્રમુખ IPS હસમુખ પટેલે ટ્વિટ કરીને જણાવ્યુ કે ઉમેદવારે એક જ વાર શારીરિક કસોટી આપવાની છે.

જણાવી દઇએ, સુરેન્દ્રનગરમાં પોલીસ ભરતી પ્રક્રિયામાં જવાહર ગ્રાઉન્ડ ખાતે પી.એસ.આઇ.ની શારીરિક કસોટીના નકલી કોલ લેટર બનાવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. કોલ લેટર સાથે છેડછાડ કરનાર રાજકોટ અને બોટાદના બે કોન્સ્ટેબલ સહિત પાંચ ઉમેદવારોની પોલીસે ધરપકડ કરી છે. એક ઉમેદવાર ઓરિજનલ કોલ લેટરમાં સહિ સિક્કા કરાવવા જતાં બોગસ કોલ લેટરનું કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે પાંચેય ઉમેદવારો સામે ગુનો નોંધીને કાર્યવાહી ચાલી રહી છે.

આ તમામ ઉમેદવારોના કોલ લેટરમાં મેદાન ઉપર હાજર થવાનો સમય 8 વાગ્યાનો હતો. પણ સવારમાં સુર્યોદય પહેલા વધુ ઝડપથી દોડી શકાય અને વધુ ગુણ મેળવી શકાય તે માટે તેમણે કોલ લેટરમાં છેડછાડ કરીને સમય છ વાગ્યાનો કરી ડુપ્લીકેટ કોલ લેટર સાથે આવ્યા હતા. 

 25 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી