“…આવા લોકો દેશના સૌથી મોટા આતંકવાદીઓ”

કાશ્મીરમાં આયોજિત કાર્યક્રમમાં બોલ્યા લે.જનરલ પાંડે

હેલિકોપ્ટર ક્રેશ દુર્ઘટનામાં દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત સહિત 13 લોકો શહીદ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. તેવામાં કેટલાંક વિરોધીઓ શહીદી વહોરનાર જવોનો પ્રત્યે આપત્તિજનક ટ્વિટ કરી મજા માણી રહ્યા હતા. જો કે આવા દેશવિરોધી તત્વો સામે કાનૂને કાયદાનો પાઠ ભણાવી સબક શિખડાવ્યો હતો. ત્યારે આ અંગે લેફ્ટેનન્ટ જનરલ ડીપી પાંડેએ જણાવ્યું કે દેશના જવાનની શહાદત પર સૌથી વધુ ખુશ કોણ થાય છે. તેમણે આવા લોકોને દેશના સૌથી મોટા આતંકવાદી ગણાવ્યા છે. 

કાશ્મીરમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા લેફ્ટેનન્ટ જનરલ ડીપી  પાંડેએ કહ્યું કે દેશના સૌથી મોટા દુશ્મન સફેદપોશ આતંકવાદી છે. તેઓ આપણા જવાનના મોત પર ખુશ થાય છે. બુધવારે શ્રીનગરમાં કાર્યક્રમને સંબોધન કરતા લેફ્ટેનન્ટ જનરલ પાંડેએ કહ્યું કે ‘કાશ્મીરમાં કોઈ પણ જવાન કે યુથના મોતથી દેશના દુશ્મન જ ખુશ થાય છે. તેમાંથી એક મોટો સમૂહ છે જેમને હું સફેદપોશ આતંકવાદી કહું છું.’ 

તેમણે કહ્યું કે આવા લોકો આપણા સમાજનો સૌથી ખતરનાક હિસ્સો છે. આ એ લોકો છે જે આસપાસના છોકરાઓને ભેગા કરે છે, તેમને આતંકવાદી બનાવે છે અને જ્યારે તેઓ મરે છે ત્યારે સૌથી વધુ ખુશ થાય છે. નોંધનીય છે કે શ્રીનગરના ચિનાર કોરમાં કુન્નૂર અકસ્માતનો ભોગ બનેલા સીડીએસ બિપિન રાવત સહિત 13 સૈન્ય અધિકારીઓની યાદમાં એક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ દરમિયાન ઓફિસરોએ તેમના અભૂતપૂર્વ કાર્યોને યાદ કર્યા. 

દિવંગત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત અંગે સોશિયલ મીડિયા પર અનેક લોકોએ આપત્તિજનક અને અસંવેદનશીલ ટિપ્પણીઓ કરી હતી. દેશ માટે આ સૌથી મોટા દુખની ઘડીમાં પણ આ લોકો આવી ધૃણાસ્પદ હરકતો કરતા જોવા મળ્યા. ઉત્તર પ્રદેશથી લઈને કેરળ સુધી આવા કેટલાક મામલા સામે આવ્યા. જેના પર કડકાઈ દેખાડીને પોલીસે કાર્યવાહી પણ કરી હતી. 

 42 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી