લુધિયાણા કોર્ટ બ્લાસ્ટ કેસ, SFJ આતંકવાદીની જર્મનીથી ધરપકડ

આતંકીઓને હથિયાર ઉપલબ્ધ કરાવતો હતો જસવિન્દર

લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસમાં મોટી સફળતા મળી છે. વિસ્ફોટના આરોપી જસવિન્દર સિંહ મુલ્તાનીની જર્મનીમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતની ભલામણ પર જર્મની પોલીસે જસવિન્દર સિંહ મુલ્તાનીની ધરપકડ કરી છે. લુધિયાણા કોર્ટ વિસ્ફોટ કેસનો આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની શીખ ફોર જસ્ટિસ સાથે જોડાયેલો છે. જસવિન્દર પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના ઈશારે કામ કરી રહ્યો છે. તેણે ISI ના ઈશારે લુધિયાણા કોર્ટમાં ધડાકાનું ષડયંત્ર રચ્યું હતું. 

સૂત્રોના જણાવ્યાં મુજબ જસવિન્દર સિંહ મુલતાની ખાલિસ્તાની આતંકીઓને હથિયારો ઉપલબ્ધ કરાવવામાં લાગ્યો હતો જેથી કરીને મુંબઈ અને દિલ્હીમાં પણ આતંકી હુમલા કરાવી શકાય. મોદી સરકારે Highest Level પર જર્મનીની સરકારને આરોપી જસવિન્દર સિંહ મુલ્તાની પર કાર્યવાહી કરવાની ભલામણ કરી હતી. પાકિસ્તાનથી જસવિન્દર સિંહ મુલ્તાનીને હથિયારો મળતા હતા. 

અત્રે જણાવવાનું કે 23 ડિસેમ્બરે પંજાબના લુધિયાણાની કોર્ટમાં મોટો વિસ્ફોટ થયો હતો જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બોમ્બ પ્લાન્ટ કરતી વખતે ધડાકો થઈ ગયો હતો અને બોમ્બ લગાવવા આવેલો પંજાબ પલીસનો સસ્પેન્ડેડ કોન્સ્ટેબલ ગગનદીપ વિસ્ફોટની ઝપેટમાં આવીને માર્યો ગયો હતો. 

 46 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી