Video : ગરીબની રોજગારી પર લાત મારનાર આ પોલીસ હજુ નોકરીમાં ચાલુ હોય તો શરમજનક…!

ખાખી વર્દીને બદનામ કરતો વીડિયો વાયરલ, લાતો મારીને શાકભાજીને ફેંકી દીધી

રાજકોટમાં ખાખી વર્દીની લુખ્ખાગી, ગરીબો પર બતાવ્યો પોતાનો રોફ

રાજ્યમાં વધુ એક વર્દીને ડાઘ લાગે તેવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક પોલીસકર્મી ખાખીનો રોફ જવામતો હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં પાથરાણું કરી પાથરીને રોડ પર શાકભાજી વેચતા લોકો સામે રોફ જમાવી રહ્યો છે. પોલીસકર્મી લાતો મારીને શાકભાજીને રોડ પર ફેંકી રહ્યો છે. જણાવી દઇએ વીડિયો રાજકોટ શહેરમાંથી આવ્યો છે. રાજકોટના જ્યુબિલિ શાકમાર્કેટ રોડ પર પોલીસકર્મી દાદાગીરી કરતો નજરે ચડ્યો છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સાથે દાદાગીરી કરતા પોલીસકર્મી સામે કાર્યવાહી કરવા લોકો જણાવી રહ્યા છે.

મળતી માહિતી અનુસાર રાજકોટમાં જ્યુબિલી શાકમાર્કેટ રોડ પર ફરી એક વખત પોલીસ કર્મચારીની દાદાગીરી સામે આવી છે. પોલીસ કર્મચારીએ અહીં પાથરણા પર શાકભાજી વેચીને ગુજરાન ચલાવતા ગરીબ લોકો પર રોફ જમાવી તેમના પાથરણા વેરવિખેર કરી નાંખ્યા. પોલીસ અધિકારીની દાદાગીરીનો આ વીડિયો વાયરલ થયો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક પોલીસકર્મી હાથમાં દંડો લઈને રસ્તા પર જઈ રહ્યો છે. આ દરમિયાન રસ્તા પર જે જે લોકો શાકભાજી વેચી રહ્યા છે તેમના શાકભાજીને પગથી લાતો મારીને રસ્તા પર ઢોળી રહ્યો છે. આ ઉપરાંત એક જગ્યાએ તે શાકભાજી તોલવાના ત્રાજવાને પણ લાત મારે છે. આ અંગેનો વીડિયો કોઈએ પોતાના મોબાઇલમાં ઉતારી લીધો હતો. હાલ આ વીડિયો વાયરલ થયો છે અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે શાકભાજી વેચતા મોટાભાગને લોકો શાકભાજીના પોટલા બાંધીને જઈ રહ્યા હોય છે.

 58 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર