મધ્યપ્રદેશમાં પોલમ પોલ! વાસનાના ભૂખ્યા યુવક યુવતીઓ હોસ્પિટલના મૉર્ટ્યુઅરીમાં અડધી રાત્રે રંગરેલિયા મનાવતાં ઝડપાયાં

કઢંગી હાલતમાં બે યુવતી અને બે યુવક નજરે પડ્યા

હોસ્પિટલમાં જ્યાં મૃતદેહો રાખવામાં આવે છે એ જગ્યાને મૉર્ટ્યુઅરી કહેવાય છે, પરંતુ વાસનાના ભૂખ્યા લોકો આ સ્થળને પણ પોતાની વાસનાની તરસ છિપાવવા માટે રંગરેલિયા મનાવવાનો અડ્ડો બનાવી દીધો છે. આવી ઘટના મધ્યપ્રદેશના મહારાજા યશવંતરાવ (MY) હોસ્પિટલની છે. અહીંના કેટલાક ફોટો વાઇરલ કરવામાં આવ્યા છે, જેમાં કઢંગી હાલતમાં બે યુવતી અને બે યુવક નજરે પડી રહ્યાં છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હોસ્પિટલના મૉર્ટ્યુઅરીના દ્રશ્યો છે.

આ રૂમની સંભાળ રાખવાનો કોન્ટ્રેક્ટ પ્રાઈવેટ કંપની UDSને આપવામાં આવ્યો છે. ફોટો વાઇરલ કરનારનું કહેવું છે કે આ કંપનીના કર્મચારી જ છેલ્લા ચાર દિવસથી અહીં રાત્રે યુવતીઓને લઈને આવતા હતા. હોસ્પિટલના કર્મચારીઓને આ બાબતની જાણકારી હતી, પરંતુ હોસ્પિટલ તંત્ર અજાણ હતું. અહીં ગત દિવસોમાં એક વૃદ્ધનો મૃતદેહ લગભગ 158 દિવસ સુધી પડી રહ્યો હતો, ત્યાર બાદ જ તેની સંભાળની જવાબદારી પ્રાઈવેટ કંપનીને સોંપવામાં આવી હતી.

મંગળવારની રાત્રે જ્યારે કેટલાક લોકો એક મૃતદેહ લઈને ત્યાં પહોંચ્યા તો રૂમમાં યુવતીઓને જોઈને ચોંકી ઊઠયા હતા. યુવતીઓની સાથે યુવક પણ હતા. તેમને આ મુદ્દે સવાલ કરવામાં આવ્યા તો તેમણે કડક શબ્દોમાં જણાવ્યું હતું કે એનાથી આપને શું કરવાનું છે? આપ મૃતદેહ મૂકી દો અને અહીંથી ચાલ્યા જાઓ. ત્યાર બાદ મૃતદેહ લઈને આવેલા લોકોએ તેમના ફોટા પાડી લીધા હતા. આ જોઈને ત્યાના કર્મચારી યુવતીઓને લઈને બહાર આવી ગયા હતા. બાદમાં આ ફોટો વાઇરલ થયા હતા.

બંને કર્મચારીઓને કાઢી મુકાયા, કંપનીને નોટિસ ફટકારવામાં આવી

આ ઘટના સામે આવ્યા બાદ ફોટોમાં નજરે પડી રહેલા બંને કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. MY હોસ્પિટલ અધિક્ષક પી.એસ.ઠાકુરે જણાવ્યું હતું કે બંને કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે, જ્યારે કંપનીને આ મુદ્દે નોટિસ ફટકારવામાં આવી છે.

 30 ,  1