September 23, 2020
September 23, 2020

શિક્ષકની ગરિમાને લાંછન લગાડનાર લંપટ ધવલ ત્રિવેદને ગુજરાતમાં લવાયો

નવ કિશોરીને ભગાડી જનારો લંપટ શિક્ષકને અમદાવાદ CBI કોર્ટમાં રજૂ કરાશે

અત્યાર સુધી ગુજરાતમાંથી નવ યુવતીઓ અને કિશોરીઓના અપહરણ કરનાર લંપટ શિક્ષક ધવલ ત્રિવેદીની હિમાચલ પ્રદેશમાંથી ધરપકડ બાદ આજે  ગાંધીનગરમાં લાવવામાં આવ્યો છે. CBI દ્વારા હવે લંપટ શિક્ષકની વધુ પૂછપરછ કરવામાં આવશે. ગાંધીનગર CBIની ટીમ ગઈકાલે દિલ્હી પહોંચી હતી. આવતીકાલે બુધવારે આ લંપટ શિક્ષકને અમદાવાદની મીરઝાપુર સ્થિત સીબીઆઈ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. 

ધોરણ 11માં અભ્યાસ કરતી બે સગીરાઓને ભગાડી જઈને દુષ્કર્મ કરવાના આરોપ બાદ કોર્ટે આજીવન કેદની સજા પણ ફટકારી છે. જો કે ઓગસ્ટ 2018માં ધવલ ત્રિવેદી પેરોલ દરમિયાન ચોટીલાની એક યુવતીને ભગાડી ફરાર થઈ ગયો હતો.

ધવલ ત્રિવેદી જે કિશોરીને ભગાડી ગયો હતો તે ગર્ભવતી થતા તેને ઓબોર્શન કરાવવા માટે દબાણ કર્યુ હતુ. આ વખતે કિશોરીએ એબોર્શન કરાવવાની ના પાડતા લંપટે કેશોરીને તરછોડી દીધી હતી. જેથી કિશોરી એકલી તેના વતન ચોટીલા પરત આવી હતી. આ પછી CBIની ટીમે ચોટીલા જઈને ગર્ભવતી કિશોરીની પુછપરછ કરીને લંપટ શિક્ષકની કેટલીક કડીઓ એકત્ર કરી હતી. સીબીઆઈની ટીને હિમાચલ પ્રદેશમાં વોચ રાખીને ધવલ ત્રિવેદીને ઝડપી લીધો છે. 

રાજકોટના પડાધરીની સ્કૂલમાંથી બે છાત્રાઓને 2012ની સાલમાં ધવલ ત્રિવેદી ભગાડી ગયો હતો. 2014માં તેને CIDએ પંજાબના બુધલાડાથી ઝડપી, રાજકોટ લઈ આવી તેની ધરપકડ કરી ચાર્જશીટ કરવામાં આવ્યું હતું. આ કેસમાં તેને આજીવન કેદની સજા મળી હતી.

ત્યારબાદ 15 દિવસના પેરોલ પર ઓગષ્ટ 2018માં જેલમાંથી છૂટયા બાદ ચોટીલાં પહોંચ્યો હતો અને ત્યાં સ્પોકન ઈંગ્લીશના ક્લાસ સાથે સરકારી નોકરી માટેની સ્પાર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ કર્યા હતા. જ્યાં તેની પાસે અભ્યાસમાં આવતી વેપારીની 18 વર્ષની પુત્રીને ભોળવીને લગ્નની લાલચ આપી 11મી ઓગસ્ટ 2018ના રોજ ભગાડી ગયો હતો. 

આ કેસમાં યુવતીના પિતાની ફરિયાદના આાધારે સ્થાનિક પોલીસે તપાસ કરી હતી, પરંતુ કોઈ પતો મળ્યો ન હતો. એટલું જ નહીં યુવતીના પરિવારજનોએ સ્થાનિક ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત છેક ગાંધીનગર સુધી અવાર-નવાર રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા  આખરે હાઈકોર્ટમાં હેબીયર્સ કોપર્સની અરજી કરી હતી. 

જેમાં હાઈકોર્ટે પોલીસ પાસેથી તપાસ આંચકી ગાંધીનગરની સીબીઆઈને તપાસ સોંપવાનો હુકમ કર્યો હતો. સીબીઆઈએ પણ ઘણી તપાસ કરી હતી, પરંતુ લંપટ શિક્ષક ધવલ ત્રિવેદી કે ભોગ બનનાર યુવતીનો કોઈ પતો મળતો ન હતો. આખરે તેના ઉપર સીબીઆઈએ પાંચ લાખનું ઈનામ પણ જાહેર કર્યું હતું. એટલુ જ નહીં દેશભરની પોલીસને તેના વિશે માહિતી આપી પકડવા માટે વિનંતી કરી હતી. છતાં તે હાથમાં આવ્યો ન હતો.

બીજી તરફ ચોટીલામાંથી ભગાડી જવાયેલી યુવતી લંપટ ધવલ ત્રિવેદીની ચુંગાલમાંથી છૂટીને પોતાના બાળક સાથે બે વર્ષ બાદ ચોટીલા પરત ફરી હતી. તે સાથે જ ફરીથી CBI ધવલ ત્રિવેદીને પકડવા તજવીજ હાથ ધરી હતી. CBI અને પોલીસે યુવતી પાસેથી ધવલ ત્રિવેદીએ તેને ક્યાં-ક્યાં લઈ ગયો હતો તે સહિતની માહિતી મેળવી હતી. આખરે દિલ્હી ક્રાઈમ બ્રાંચે મળેલી માહિતીના આધારે તેને હિમાચલ પ્રદેશમાંથી ઝડપી લીધો હતો.

 80 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર