કરુણ ઘટના: દાદાના મોતનું અન્ય સંબંધીને કહેવા જતા પૌત્રને અકસ્માત નડતા મોત

શહેરના શાહીબાગ પાસેના નમસ્તે સર્કલ નજીક લકઝરી બસે બાઈકને અડફેટે લીધી હતી. બાઈક પર બે વ્યક્તિ સવાર હતા તે પૈકી એકનું મોત નિપજ્યું હતું. જેને પગલે રોષે ભરાયેલા આસપાસના લોકોએ લકઝરી બસના કાચ તોડ્યા હતા.

શુભમ રાવતને ઇજા પહોંચતા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. વહેલી સવારે દાદાનું મોત થયું હોવાથી સ્વજનને દાદાના મૃત્યુની જાણ કરવા જઈ રહેલા શુભમને અમદાવાદ શહેરના શાહીબાગ વિસ્તારમાં અકસ્માત નડ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલા યુવકને સિવિલ હોસ્પિટલ સારવારાર્થે ખસેડવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળે જઈને તપાસ હાથ ધરી હતી. લોકોએ આરોપ લગાવ્યો હતો કે અકસ્માત સર્જનાર બસનો ડ્રાઈવર દારૂના નશામાં ચૂર હતો.

 38 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી