ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર લક્ઝરી બસે પલટી મારી..

એક મુસાફરનુ કમકમાટીભર્યું મોત, 7 ઘાયલ

ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર બસને અકસ્માત નડ્યો છે. જયપુરથી અમદાવાદ આવી રહેલી લક્ઝરી બસે ગુજરાત -રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જ્યારે 7 લોકો ઘાયલ થયા હતા. 

ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે. 

મોડી રાત્રે એક લક્ઝરી બસ જયપુરથી અમદાવાદ આવવા નીકળી હતી. ત્યારે આ લક્ઝરી બસે ગુજરાત-રાજસ્થાન બોર્ડર ઉપર રાજસ્થાનની હદમાં પલટી મારી હતી. બસ પલટી મારતાં 1 વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું. તથા બસમાં સવાર 7 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માટે આબુરોડની હોસ્પિટલમાં ખસેડાયા છે. રાજસ્થાનની આબુરોડ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. બસના ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં બસ પલટી હોવાનું અનુમાન છે. 

 22 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી