મોદીએ શ્રીલંકા વિસ્ફોટમાં માર્યા ગયેલા લોકોને આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન મોદી રવિવારે શ્રીલંકાના કોલંબો પહોંચ્યા. એરપોર્ટ પર વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેએ તેમનું સ્વાગત કર્યુ. જે બાદ મોદીએ ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટમાં માર્યા ગયેલાં લોકોને શ્રદ્ધાંજલિ આપી. શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રિપાલા સિરિસેના સાથે લંચ અને દ્વિપક્ષીય મુલાકાત શરૂ થઈ ગઈ છે.

જે બાદ તેઓ વિપક્ષના નેતા મહિન્દા રાજપક્ષે અને તમિલ રાષ્ટ્રીય ગઠબંધનના નેતાઓ સાથે પણ મુલાકાત કરશે. 21 એપ્રિલે શ્રીલંકામાં થયેલા વિસ્ફોટો બાદ ત્યાં જનારા તેઓ પહેલાં વિદેશી નેતા છે.

શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલાં વિસ્ફોટોમાં 11 ભારતીય સહિત 258 લોકોનાં મોત નિપજ્યા હતા. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ISએ લીધી હતી. વડાપ્રધાન પદે રહેતાં મોદી ત્રીજી વખત શ્રીલંકા પહોંચ્યા છે. આ પહેલાં તેઓ 2015 અને 2017માં શ્રીલંકાની મુલાકાત ગયા હતા.

 29 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી