September 20, 2021
September 20, 2021

‘કોલ્ડ્રીંક્સમાં નશીલા પદાર્થ ભેળવી મારો બનાવ્યો પોર્ન વીડિયો…’

મિસ ઈન્ડિયા યુનિવર્સ પરી પાસવાનનો આરોપ

રાજકુંદ્રાના પોર્નોગ્રાફી કેસનો રેલો ઝારખંડના એનબાદ સુધી પ્રસર્યો છે. પોર્ન વિડિયો કેસમાં ધનબાદની રહેવાસી મિસ ઈંડિયા યુનિવર્સ પરી પાસવાને મુંબઈની એક પ્રોડ્કશન કંપની પર ગંભીર આરોપ લગાવ્યો છે. પરીનો આરોપ છે કે, પ્રોડક્શન કંપનીએ તેની સાથે પણ ગંદુ કામ કર્યુ છે. જો કે પરીને આ કંપની કોની છે, તેની જાણકારી નથી.

મિસ ઈંડિયા યુનિવર્સ રહી ચુકેલી પરીએ કહ્યુ કે, તે એક મોડલ છે અને મોડલ હોવાના કારણે મુંબઈમાં કામ શોધી રહી હતી. આ દરમિયાન તેની સાથે આ ઘટના ઘટી હતી. પરીએ કહ્યુ કે, હું કામ શોધવા માટે મુંબઈ ગઈ હતી જે દરમિયાન કોલ્ડ ડ્રિંકમાં નશો ભેળવીને મને પિવડાવી મારો પોર્ન વીડિયો બનાવામાં આવ્યો, જ્યારે મને આ વાતની જાણ થઈ તો મુંબઈ પોલીસમાં જઈને ફરિયાદ કરી, મુંબઈ પોલીસમાં આ કેસ ચાલી રહ્યો છે.

હકીકતમાં જોઈએ તો, પરીની ફરિયાદના આધારે ધનબાદના કતરાસ પોલીસ સ્ટેશનમાં કેસ સંખ્યા 205/21માં તેના પતિ નીરજ પાસવાનની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી દીધો છે. તેના પર દહેજ પ્રતાડના આરોપ પતિ ઉપરાંત જેઠ ચંદન અને સાસુ આશા દેવી પર લગાવ્યો છે.

ઝારખંડના ગુમલાની રહેવાસી મોડલ પરીએ 2019માં મિસ ઈંડિયા યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. કતરાસ નિવાસી નીરજ પાસવાન સાથે તેના લગ્ન થયા. હાલમાં દહેજના કેસમાં તેનો પતિ જેલમાં છે.

નીરજના જેલ ગયા પછી મોટાભાઈ અને માતાએ મોડલ પર આરોપ લગાવતા કહ્યું કે, તે મુંબઈની એક વિવાદીત પ્રોડક્શન હાઉસમાં પોર્ન ફિલ્મોમાં કામ કરી ચૂકી છે અને ભોળા માણસોને ફસાવી રહી છે.

 93 ,  1