પુત્ર પ્રેમને લઇને મધુ શ્રીવાસ્તવ અને પાટીલ આમને સામને

ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની ધમકી પર પાટીલનો હુંકાર, કહ્યું- લેવાશે પગલા

વડોદરા જિલ્લાના વાઘોડિયા બેઠકના ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ભાજપે ટિકિટ નહીં આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. આ મામલે હાલ વિરોધ જોવા મળી રહ્યો છે. આ અંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં મારો પુત્રએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. તે ખુબ જ સારી રીતે જીત મેળવશે તેવો મને વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે, વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને મારા આશીર્વાદ  છે. ચૂંટણી માટે પ્રચાર કરશો કે કેમ તેવું પુછતા તેણે કહ્યું કે, ચોક્કસ તે મારો દિકરો છે. તેના માટે પ્રચાર કરવો તે બાપ તરીકે મારી ફરજ છે. હું જરૂર તેના માટે પ્રચાર કરીશ. આવુ કરતા મને કોઇ પણ રોકી શકે નહી. 

આ ઉપરાંત મધુ શ્રીવાસ્તવે વધારે એક ચિમકી ઉચ્ચારતા જણાવ્યું કે, મારી દીકરી નીલમને પણ જિલ્લા પંચાયતમાં ટિકિટ આપવામાં નહી આવે તો તે પણ અપક્ષ ઉભી રહેશે. તેના માટે પણ હું પ્રચાર કરીશ. દીપક શ્રીવાસ્તને ત્રણ સંતાનો હોવાની વાત પણ ખોટી અને નિપજાવી કઢાવાયેલી છે. મારા પરિવારને બદનામ કરવાનું કાવતરૂ છે.

શ્રીવાસ્તવની આ ધમકી સામે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે પણ હુંકાર કર્યો છે કે, મધુ શ્રીવાસ્તવ તેમના દીકરાના પ્રચાર માટે જશે તો તેમની સામે પગલાં ભરાશે. મધુ શ્રીવાસ્તવ પોતાના દીકરાને જીતાડવા માટે પૂરી તાકાત લગાવી રહ્યા છે એ મુદ્દે સવાલ પૂછાતાં પાટીલે પત્રકાર પરિષદમાં આ જવાબ આપ્યો હતો.

મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને કેમેરા સામે ઠોકાવી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે. આ મુદ્દે પાટીલે કહ્યું કે, આ બાબતની કોઈ ફરિયાદ આવશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

 92 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર