મધ્ય પ્રદેશ : મુરૈનામાં ઝેરી દારુ પીવાથી 11નાં મોત, અનેક બિમાર

ઝેરી દારૂએ વરસાવ્યો કહેર, પોલીસ અને પ્રશાસનના હોશ ઊડી ગયા

મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લામાં ઝેરીલી દારુ પીવાથી 11 લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો બિમાર છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં હડકંપ મચાવ્યો છે. સાથે પોલીસ પ્રશાસનમાં હડકંપ મચી ગયો છે. સૂચના બાદ સ્થળ પર પહોંચેલી સ્થાનીય હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. મૃદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે.

મુરૈના જિલ્લા હૉસ્પિટલના ડૉક્ટર રાઘવેન્દ્ર સિંહે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે તમામ લોકોનાં મોત ઝેરી દારૂ પીવાના કારણે થયા છે. બીજી તરફ અનેક લોકોની તબિયત ખરાબ છે.

સોમવાર સવારે સૌથી પહેલા માનપુરમાં ઝેરી દારૂ પીવાથી એક વ્યક્તિની તબિયત બગડી ગઈ, ત્યારબાદ પરિજનો ગંભીર સ્થિતિમાં તેને ગ્વાલિયર લઈ ગયા, જ્યાં રસ્તામાં જ તેનું મોત થઈ ગયું. આ વ્યક્તિનું શબ લઈને જ્યારે પરિજનો ગામમાં પરત પહોંચ્યા તો જાણવા મળ્યું કે ગામમાં દારૂ પીવાના કારણે બીજા લોકોની પણ તબિયત બગડી ગઈ છે.

નોંધનીય છે કે, આ કોઈ પહેલો મામલો નથી જેમાં મધ્ય પ્રદેશમાં ઝેરી દારૂ પીવાથી આટલા લોકોના મોત થયા હોય. ગયા વર્ષે લૉકડાઉનની વચ્ચે મધ્ય પ્રદેશના રતલામ જિલ્લામાં ગેરકાયદેરસ ઝેરી દારૂ પીવાથી 8 લોકોનાં મોત થયા હતા. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે બે લોકોની હાલત ગંભીર થઈ હતી. પોલીસ અધીક્ષક ગૌરવ તિવારીએ જણાવ્યું હતું કે આ લોકોએ દારૂ પીધા બાદ તબિયત ખરાબ થવા લાગી તેથી તેમને રતલામ જિલ્લા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

 55 ,  1