મધ્યપ્રદેશ : બાળકો અંદર પરીક્ષા આપી રહ્યા હતા અને બહારથી પથ્થરમારો

માંડ માંડ બચ્યા બાળકો અને શિક્ષકો, જાણો શું છે સમગ્ર મામલો…

મધ્યપ્રદેશમાં હિન્દુ સંગઠનોએ ધર્મ પરિવર્તનના આરોપમાં એક શાળા પર હુમલો કર્યો હોવાના સમાચાર મળ્યા હતા. આ ટોળાએ પથ્થરમારો કર્યો હતો અને શાળામાં તોડફોડ કરી હતી એવાં પણ સમાચાર મળી રહ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે શાળામાં બાળકો CBSE 12માની બોર્ડની પરીક્ષા આપી રહ્યા હતા.

પોલીસે જણાવ્યું કે આ હુમલો વિદિશા જિલ્લાના ગંજ બાસોદામાં આવેલી સેન્ટ જોસેફ સ્કૂલમાં કરવામાં આવ્યો હતો. જોકે, આ હુમલામાં બાળકો અને શાળાના કર્મચારીઓને કોઈ ઈજા થઈ નથી, તમામ સંપૂર્ણપણે સુરક્ષિત છે.

ઘટના બાદ સ્કૂલના મેનેજર એન્ટનીએ જણાવ્યું કે તેમની સ્કૂલ વિશે એક પત્ર ફરતો કરવામાં આવી રહ્યો છે, જેમાં લખવામાં આવ્યું છે કે સેન્ટ જોસેફ સ્કૂલમાં આઠ હિંદુ વિદ્યાર્થીઓનું ધર્મ પરિવર્તન કરીને ખ્રિસ્તી ધર્મ અપનાવવામાં આવ્યો હતો. જ્યારે, તે વિદ્યાર્થીઓ અમારી શાળાના નથી. તેમણે કહ્યું કે જે પત્ર પ્રસારિત થઈ રહ્યો છે તે 31 ઓક્ટોબર, રવિવારનો છે. રવિવારે શાળામાં કોઈ હોતું નથી. તેણે કહ્યું કે પત્ર જોયા બાદ મેં પોલીસને જાણ કરી હતી, આ પછી પણ સ્કૂલની સુરક્ષામાં માત્ર બે પોલીસકર્મી તૈનાત હતા.

 20 ,  1 

Net Dakiya News © 2019, All Rights Reserved

ગુજરાતી