સેલ્ફી લેવી ભારે પડી..! બન્ને યુવતીઓ નદીમાં ફસાઇ, જુઓ Video

સેલ્ફી લેવા માટે નદીમાં ઉતરેલી બે યુવતીઓ ફસાઇ, ઘસમસતા પૂરથી બચવા એક શીલા ઉપર ચડી ગઈ

સેલ્ફી આજકાલ એક જોરર ટ્રેન્ડ બની ગયો છે. અને ફક્ત યુવાઓ જ નહિ પણ દરેક ઉંમરના લોકો સેલ્ફી લઈને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું પસંદ કરે છે. કોઈ ફિલ્મ કે ટીવી સ્ટાર મળી જાય કે અન્ય કોઈ મોટી અને લોકપ્રિય વ્યક્તિ મળી જાય તો લોકો એમની સાથે સેલ્ફી લેવાનું ચુકતા નથી. તેમજ હવે તો લોકો જ્યાં પણ ફરવા જાય ત્યાં પહેલા સેલ્ફી લે છે અને બહાર જમવા જાય તો પણ સેલ્ફી લે છે. જોકે ઘણી વાર સેલ્ફી લેવું ભારે પડી જાય છે.

તમે પણ એવા બનાવો વિષે સાંભળ્યું હશે જેમાં સેલ્ફી લેવાના ચક્કરમાં લોકોનો જીવ મુશ્કેલીમાં મુકાઈ ગયો હોય. આવા બનાવો વિષે સમાચાર પત્રો તેમજ ન્યુઝ ચેનલોમાં જણાવવામાં આવતું હોવા છતાં લોકો સેલ્ફી લેતા સમય સચેત રહેતા નથી અને દુર્ઘટનાનો ભોગ બને છે. હાલમાં મધ્યપ્રદેશમાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે યુવતીઓ દુર્ઘટના ભોગ બનતા રહી ગઇ. બન્ને યુવતીઓ નદીમાં ફસાઇ ગઇ હતી.

મધ્યપ્રદેશના છિંદવાડાના બેલફિડી ગામેથી પેચ નદી પસાર થઈ રહી છે. બે યુવતીઓ પેચનદીના પટ્ટમાં સેલ્ફી લેવા ઉતરી હતી. એ દરમિયાન નદીમાં ઘસમસતુ પૂર આવતા બન્ને યુવતીઓને સેલ્ફી લેવાને બદલે જીવ બચાવવો ભારે પડ્યો. નદીમાં ઘસમસતા પૂરથી બચવા બન્ને એક શીલા ઉપર ચડી ગઈ હતી.

જો કે પૂરનો પ્રવાહ વધુ હોવાથી બન્ને યુવતી સહીત આજુબાજુ એકઠા થયેલાઓના જીવ તાળવે ચોટી ગયા હતા. અનેક પ્રસાયો બાદ, એનડીએરએફ અને સ્થાનિક પોલીસે બન્ને યુવતીઓને સહીસલામત કિનારે લાવવામાં આવી હતી. જ્યા બન્નેએ જીવ બચ્યાનો હાશકારો અનુભવ્યો હતો.

 209 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર