MP, UP By Polls Results Live : મધ્ય પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં ભાજપ આગળ, કોંગ્રેસ માટે કપરા ચઢાણ

  • મધ્યપ્રદેશની 28 સીટની પેટા ચૂંટણી પૈકી 12માં ભાજપ, એકમાં બહુજન સમાજ પાર્ટી, 5માં કોંગ્રેસ આગળ છે.
  • ઉત્તર પ્રદેશમાં 7 બેઠકની પેટા ચૂંટણી પૈકી 4 સીટ પર ભાજપ આગળ છે. જ્યારે બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી અને અપક્ષ 1-1 બેઠક પર આગળ ચાલી રહ્યા છે.

11 રાજ્યોની 58 વિધાનસભા બેઠકોની યોજાયેલી પેટા ચૂંટણીની પણ મતગણતરી શરૂ થઈ ગઈ છે. 58 પૈકી મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 28 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઇ હતી. મધ્ય પ્રદેશમાં ભાજપ સરકારને બહુમતી માટે ૨૮માંથી 8 બેઠકોની જરૂર છે.

28 સીટ પર 12 મંત્રી અને 2 પૂર્વ મંત્રીઓની પ્રતિષ્ઠા દાવ પર

શિવરાજ સરકારના 12 મંત્રી અને 2 પૂર્વ મંત્રી (તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પદ પરથી રાજીનામું આપી ચૂક્યા છે)ની કિસમતનો આજે નિર્ણય આવશે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે, જો મંત્રીઓને હારનો સામનો કરવો પડશે તો ભાજપમાં તેમનો રસ્તો સરળ નહીં હોય. અંદાજ એ રીતે પણ લગાવવામાં આવી રહ્યો છે કે આ પહેલાં ચૌધરી રાકેશ સિંહ અને પ્રેમચંદ ગુડ્ડૂને રાજકીય ભવિષ્ય બચાવવા માટે કોંગ્રેસમાં પરત ફરવું પડ્યું હતું.

સીટોની સંખ્યાનું મહત્ત્વ

શિવરાજ સિંહ ચૌહાણ:

ભાજપને 20 કરતાં વધારે સીટ મળશે તો શિવરાજનું કદ તો વધી જશે, પરંતુ સત્તા અને સંગઠનમાં સિંધિયાની દખલગીરીને કારણે તેમને આઝાદીથી નિર્ણય લેવાની સ્વતંત્રતા નહીં મળે. 10-15ની વચ્ચે સીટો આવશે તો સરકારમાં નિર્ણય લેવા માટે શિવરાજ પર સંગઠનનું પ્રેશર વધારે રહેશે.

જ્યોતિરાદિત્ય સિંધિયા:

ભાજપના ખાતામાં 20 કરતાં વધારે સીટો આવશે તો સિંધિયાની રાજ્યના રાજકારણમાં ધમાકેદાર એન્ટ્રી થશે અને તેઓ ભાજપના મોટા નેતા તરીકે સામે આવી શકે છે. જો ભાજપના ખાતામાં 10-15 સીટો આવશે તો રાજ્યના રાજકારણમાં ઓછું અને કેન્દ્રમાં સક્રિયતા વધારે રહેશે.

કમલનાથ:

કોંગ્રેસ જો સિંધિયાના ગઢને ધરાશાયી કરીને 20થી વધારે સીટો મેળવી લેશે તો કમલનાથનું કદ કોંગ્રેસમાં વધી જશે. બીજો મુદ્દો એ છે કે જો તેઓ સરકાર બનાવવામાં નિષ્ફળ રહેશે અને 10-15 સીટ જ મેળવશે તો રાજ્ય અધ્યક્ષ અથવા વિરોધ પક્ષના નેતામાંથી એક પદ છોડવા માટે દબાણ વધી શકે છે.

દાવ પર સરકાર: જીતનું ગણિત


વિધાનસભાની કુલ સીટ- 230
(દમોહથી કોંગ્રેસ ધારાસભ્ય રાહુલ લોધીએ રાજીનામું આપ્યા પછી વધુ એક સીટ ખાલી થઈ ગઈ હતી)
અત્યારે કુલ સંખ્યા: 229
પેટાચૂંટણી: 28 સીટ
ભાજપ: 107, (બહુમત માટે 9 સીટ જોઈએ)
કોંગ્રેસ: 87 (બહુમત માટે 28 સીટ જોઈએ)

 50 ,  1 

રસપ્રદ

રાજકારણ

વ્યાપાર